સુરત
સુરતઃ મોટા વરાછામાં આપના કોર્પોરેટરના ઘરમાં આગ લાગતા પુત્રનું મોત
પરિવારના સભ્યો ધાબા પર પહોંચવામાં સફળ રહ્ના જ્યારે પ્રિન્સ ત્રીજા માળે ગુંગળામણનો ભોગ બન્યો

સુરત મોટા વરાછા વિસ્તારમાં રહેતા મનપાના આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાના મકાનમાં ગઈકાલે મોડીરાત્રે ઍકાઍક આગ ફાટી નિકળી હતી જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અરેરાટી સરી જવા પામી છે. પરિવારના અન્ય સભ્યો ધાબા પર પહોંચવામાં સફળ રહ્ના હતા. જા કે, ધુમાડાને કારણે જીતેન્દ્ર કાછડિયાનો પુત્ર બેડરૂમમાં ફસાઇ ગયો હતો અને જેને કારણે તેનું મોત નિપજ્યું હોવાની શક્યતાઅો વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોટા વરાછા ખાતે આવેલ આનંદધારા સોસાયટીમાં સંયુક્ત પરિવાર સાથે વસવાટ કરતાં આમ આદમી પાર્ટીના વોર્ડ નં. ૧૬ (પુણા ? વેસ્ટ)ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના મકાનમાં મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જા કે, પરિવારના અન્ય તમામ સભ્યો નિંદ્રામાં હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પહેલા માળે લાગેલી આગ જાતજાતામાં વિકરાળ બનતાં બીજા માળે બેડરૂમમાં સુઇ રહેલ જીતેન્દ્ર કાછડિયાના પત્ની અનીતા કાછડિયાને પોતાના દિયર નટુ કાછડિયા સહિત પરિવારના અન્ય સભ્યોને ઉઠ્યા હતા. પહેલા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડો બીજા માળ સુધી સરી જતાં પરિવારના તમામે તમામ સાત સભ્યો ધાબા તરફ ઘસી ગયા હતા.
આ દરમિયાન જીતેન્દ્ર કાછડિયાનો ૧૭ વર્ષીય પુત્ર પ્રિન્સ ધાબા પર જાવા ન મળતાં પરિવારજનોઍ પુનઃ બીજા માળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ છતાં પ્રિન્સની કોઇ ભાળ મળી ન હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનો દ્વારા પણ પ્રિન્સની શોધખોળ હાથ ધરવામાં આવતાં ભારે જહેમત બાદ ત્રીજા માળ પર આવેલા બેડરૂમમાં પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા પ્રિન્સને સ્મીમેર હોલ્ખિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવતાં ફરજ પરના તબીબોઍ તેને મૃત જાહેર કર્યો હતો. મોડી રાત્રે સર્જાયેલી આ હોનારતને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રિન્સની સોમવારથી બોર્ડની પરીક્ષા હતી
ભીષણ આગમાં મોતને ભેટનાર ૧૭ વર્ષીય પુત્ર પ્રિન્સ ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને સોમવારથી તેની વાર્ષિક પરીક્ષાનો ારંભ થવાનો હતો. જા કે, આજે તેનું અકાળે નિધન થતાં તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોમાં પણ ઘેરા શોકની લાગણી સરી જવા પામી છે.