સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ અડાજણ સુરત દ્વારા ગણિત-વિજ્ઞાન અને ચિત્રકળા પ્રદર્શનનું ભવ્ય આયોજન
સુરત અડાજણ સ્થિત નામાંક્તિ શળા સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ સુરત દ્વારા તા. 5 મી ડિસેમ્બર 2022 સોમવાર દિને વિજ્ઞાન ગણિત તથા ચિત્રકલાના વિવિધ પ્રકલ્પોના પ્રદર્શનનું સુંદર આયોજન થયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ યુનિવસીટીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ ગજીવાળા અને મૌની ઈન્ટરનેશલ સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત રશ્મિ મલિકના શુભ હસ્તે સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તથા સામાજીક કાર્યકર જીતેન્દ્રભાઈ પટેલ તેમના સહકાર્યકરો સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યો હતા.
શાળાના ચેરમેન બી.વી.એસ.રાવ સર અને સુશીલા મેડમ તથા એકેડેમીક ડેવીડકુમાર તણ શાળાના આચાર્ય ધનયા પ્રિન્સે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ “ બદલાતા અભ્યાસક્રમ સાથે શિક્ષણમાં બદલાવ લાવવાનો છે વિજ્ઞાન મેળામાં 150 થી પણ વધુ કાર્યરત મોડેલો કે જેમાં સોલાર ઊર્જા, વોટર હારવેસ્ટિંગ, વિન્ડમિલ, ગ્લોબલ વોર્મિંગ, રૉબોટિક સર્જન, હાઈડ્રોલીક કે કુદરતી ખેતી, કોરોના રોગચાળા, આરતીફિસીયલસ ઇન્ટેલિજન્ટ્સ, થર્મલ પાવર સ્ટેશન,ટપક સિંચાઈ પધ્ધતિ, આત્મનિર્ભર ભારત, રિસાઇકલિંગ વિવિધ સાહિત્યકારોની કલાકૃતિઓ, ડિજિટલ ઈન્ડિયા, વેસ્ટ માથી બેસ્ટ તા પ્રદુષણના કારણો અને તેનાથી બચવાનાં ઉપાયોની સાથે-સાથે પ્રાકૃતિક વિપદા તથા રોબોટ ગણિતના મોડેલ આરઓ પ્લાન્ટ વગેરેનું ભવ્ય પ્રદર્શન કર્યું કે જેમાં 375 જેટલા વિધાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક જુદી જુદી કૃત્તિઓની ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં વાલીઓએ વિધાર્થીઓને અને શાળાનો શિષકોને ખૂબ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્યનએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આવ્યાં હતા