સુરત

સુરત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સીરીઝ(HGV)ના GJ-05-CY સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન થશે

૧૨ થી ૧૫ ઓક્ટોમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરતના પાલ આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સીરીઝ(HGV)ના GJ-05-CY સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૧૨ થી ૧૫ ઓક્ટોમ્બરના રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૧૫ થી ૧૭ ઓક્ટોમ્બર દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે.

આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.
-૦૦-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button