
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) દ્વારા વર્તમાન સમયમાં ઉદ્ભવતી ગંભીર સાયબર સમસ્યાઓને ધ્યાનમાં લઈને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે હજીરા સ્થિત AMNS ટાઉનશિપના ઉત્સવ હોલમાં સાયબર સુરક્ષા જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં કંપનીના તાલીમાર્થીઓ તથા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસના દીપ વકીલ, એસીપી (જે ડિવિઝન) તથા શ્વેતા ડેનિયસ, એસીપી – સાયબર ક્રાઈમ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ હાજર સૌને સાયબર વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ, વિવિધ પ્રકારના ગુનાઓ તેમજ જરૂરી સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃતિ ફેલાવી હતી.