24 દીક્ષાર્થીઓની સામુહિક દીક્ષાનું ફરી એક વાર સુરત સાક્ષી બન્યું
હર્ષો ઉલ્લાસ સાથે 24 દીક્ષા સંપન્ન થઈ
સુરત ની ધન્ય ધરા પર વેસુ ના તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ સાથે સાથે ચાતુર્માસ પછી ની પ્રથમ 24 સામુહિક દીક્ષા યોજાઈ વિશાળ રંગ મંડપમાં હજારો શ્રાવક શ્રાવિકાની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પછીની પ્રથમ 24 સામુહિક દીક્ષા વિધિનો મંગળ પ્રારંભ થયો હતો.
જેમાં પાવન નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ 700થી વધારે શ્રમણ શ્રમણી વૃંદની નિશ્રામાં રોમે રોમે પરમ સ્પર્શ દીક્ષા મહોત્સવ વિરતિ રથ માં 24 સામૂહિક દીક્ષાનો પ્રારંભ થયો હતો દીક્ષાવિધિ પહેલા દેવ ગુરુનું રજતદ્રવ્યથી પૂજન કર્યું હતું. સકળ સંઘને અક્ષતથી વધામણા કર્યા હતા.
24 દિક્ષાર્થીને વિજયતિલક કરાયુ હતું. અને શ્રી સંઘએ – શુભેચ્છા પાઠવી હતી ગણધર ભગવંતોએ બનાવેલ .•સુત્રો વડે દીક્ષાનો પ્રારંભ થયો. હતો. નંદીસુત્ર સંભાળવવામાં આવ્યું. હતું. 24 મુમુક્ષુ એ • ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.ના બુલંદ અવાજે સાંભળ્યું હતું ત્યાર બાદ સંયમનું પ્રતિક રજોહરણ અર્પણ કરવા વિનંતી કરી હતી કે ‘મમ મુંડાવેહ, મમ પવ્વાવેહ, મમ વેસં સમપ્પેહ’ પૂજ્યશ્રીએ 24 દિક્ષાર્થીઓને રજોહરણ (ઓઘો) અર્પણ કરતા દિક્ષાર્થીઓ ભાવવિભોર બનીને નાચી ઉઠયા હતા.
સંસારનો વેશ ત્યાગ કરીને પ્રભુ વીર નો સંયમનાવેશ (વસ્ત્રમાં) 24 નૂતન દીક્ષિત સ્ટેજ પર આવતા મંડપમાં બેઠેલી જન મેદણી એ મુમુક્ષોને અક્ષત થી વધામણા કર્યાં હતા 24 નૂતન દીક્ષિત પધારતા સકળસંઘે ‘નૂતન દીક્ષિત નો જય જય કાર’ ના નારાથી સભા મંડપ ગુંજવી દીધો હતો. ત્યાર બાદ 24 મુમુક્ષોઓની નૂતન નામ કરણ વિધિ કરવામાં આવી હતી.