
સુરત : ખેલ મહાકુંભ ૩.O માં રાજ્ય ની મહાનગર પાલિકા પૈકી સુરત મહાનગપાલિકા “overall state champion ” થયેલ છે. જેમાં સુરત શહેર ના રમત વીરો એ 192 ગોલ્ડ મેડલ, 171 સિલ્વર મેડલ અને 214 બ્રોન્ઝ મેડલ મેળવી કુલ 577 મેડલ્સ સાથે મેડલ ટેલી માં પ્રથમ સ્થાન અંકિત કરી સુરત શહેર ને ગૌરવ પ્રદાન કરી આપણા સુરત શહેર એ ખેલ મહાકુંભ ના અભિયાન માં અવ્વલ દરજ્જો પ્રાપ્ત કરેલ છૅ.
નવ નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે આજરોજ યોજાયેલ ખેલમહાકુંભ ના ઉદ્ઘાટન સમારોહ માં રાજ્ય કક્ષા ના મંત્રી, ગૃહ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ, રમત ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ ના મંત્રી હર્ષ સંઘવી સાહેબ ના હસ્તે માન. મેયર અને માન. મ્યુનિસિપલ કમિશ્નર ને પ્રથમ ક્રમાંકિત ટ્રોફી એનાયત કરવામાં આવેલ. આ વર્ષે પણ સુરત શહેર નું રેજીસ્ટ્રેશન 3 લાખ 24 હજાર જેટલું થયેલ છે. જે શહેર ના રમત પ્રેમી ઓ ના રમત ગમત પ્રત્યે નો ઉત્સાહ દાખવે છૅ.