સુરત – અમદાવાદ અને વડોદરામાં ‘લેટ્સ સ્પોર્ટ્સ આઉટ’ની સફળતાના પગલે ગુજરાત ટાઇટન્સે લાલિગા સાથેના સહયોગમાં સુરતમાં રોમાંચક ઇવેન્ટ સાથે તેનો ‘જુનિયર ટાઇટન્સ’ પ્રોગ્રામ ચાલુ રાખ્યો હતો. આ ઇવેન્ટમાં વિવિધ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં યુવા પ્રતિભાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેણે અંડર-14ના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો પ્રેમ જગાવવા માટેની પહેલમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો હતો.
અગાઉની ઇવેન્ટ્સ પરથી મોમેન્ટમ ઊભું કરતા સુરતમાં ‘જુનિયર ટાઇટન્સ’માં બાળકો માટે ડાયનેમિક સ્પોર્ટિંગ અનુભવ સાથે ક્રિકેટ તથા ફૂટબોલના વાઇબ્રન્ટ જોશ જોવા મળ્યો હતો. 26 સ્કૂલના 900 બાળકો વિવિધ સ્પોર્ટ્સ ચેલેન્જ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ, એજિલિટી કોર્સ અને પોસ્ટ-ગેમ સ્ટ્રેચિંગ સેશન્સમાં જોડાયા હતા.
‘જુનિયર ટાઇટન્સ’ પ્રોગ્રામે બાળકોમાં કલ્પનાશક્તિને જાગૃત કરી છે કારણ કે તેનાથી તેઓ નિયંત્રિત છતાં ખુલ્લા સ્પેસમાં આઉટડોર એક્ટિવિટીઝના આનંદનો અનુભવ માણી શકે છે. લાલિગા સાથેના સહયોગાત્મક પ્રયાસે આ પ્રોગ્રામમાં એક અનોખું પરિમાણ ઉમેરતા બાળકોને વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ બ્રાન્ડનું એક્સપોઝર આપ્યું હતુ અને ઇવેન્ટમાં તેઓ જેટલો પણ સમય આપે તેમાં આનંદ માણે તે સુનિશ્ચિત કર્યું હતુ.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યુ હતું કે “વડોદરા તથા અમદાવાદમાં હકારાત્મક મળ્યાના પગલે સુરતની ઇવેન્ટ ‘જુનિયર ટાઇટન્સ’ના વધી રહેલા પ્રભાવને દર્શાવે છે. અમે ભાગ લેનાર યુવાન ઉત્સાહીઓએ દર્શાવેલી ઊર્જા તથા ઉત્સાહને જોઈને રોમાંચિત થયા છીએ જે ગુજરાતના બાળકોમાં ખેલભાવના દર્શાવે છે.”
લાલિગા ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટના હેડ ઓક્ટાવિ અનોરોએ જણાવ્યું હતું કે “જુનિયર ટાઇટન્સ પ્રોગ્રામમાં જે રીતે લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છીએ તે યુવાનોમાં રમતો માટે પ્રેમ જગાવવાના અમારા સહયોગની પુનઃપુષ્ટિ કરે છે. સુરતે અભૂતપૂર્વ જોશ બતાવ્યો છે અને અમે આગામી ઇવેન્ટ્સમાં પણ આ મોમેન્ટમ જાળવી રાખવા માટે આતુર છીએ.”
‘જુનિયર ટાઇટન્સ’ પ્રોગ્રામે અનોખ અભિગમ અપનાવ્યો છે અને એક્ટિવ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપે છે જે બાળકના પર્સનાલિટી ડેવલપમેન્ટમાં યોગદાન આપે છે. લાલિગા સાથેના સહયોગાત્મક પ્રયાસનો ધ્યેય બાળકોને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ સાથે જોડવાનો તથા તેઓ આ પ્રોસેસમાં રોમાંચક અનુભવ મેળવે તે સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાત ટાઇટન્સ ‘જુનિયર ટાઇટન્સ’ દ્વારા યુવીનોમાં હેલ્થ અને એક્ટિવિટીની સંસ્કૃતિ ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રોગ્રામને સફળતાપૂર્વક શરૂ કરવાથી ગુજરાતમાં વિવિધ શહેરોમાં આગામી કેટલાક સપ્તાહોમાં નિર્ધારિત થયેલી અનેક ઇવેન્ટ્સ માટેનો માર્ગ મોકળો થયો છે.