સુરતઃ સીઆર પાટીલ ભારતની પ્રથમ પ્યોર વેજ ફાઈવસ્ટાર હોટેલ પાર્ક ઈન રેડિયેશનનું ઉદ્ઘાટન કરશે
સુમેરુ ગ્રુપ છેલ્લા 35 વર્ષથી રિયલ એસ્ટેટના વ્યવસાયી સાથે સંકળાયેલું છે. આ ગ્રુપનુ luxurious રેસીડેન્સી અને કોમર્શિયલ પ્રોજેક્ટનું નિર્માણ કરીને શહેરમાં વસતા સુરતીઓની જીવનશૈલી પરિવર્તન લાવવામાં મહત્વનું યોગદાન છે. સુમેરુ ગ્રુપ ફાઇવ સ્ટાર હોટલના નિર્માણમાં ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યું છે. તેઓ સુરતમાં પાર્ક ઇન રેડિસન હોટલ નામે ભારતની પ્રથમ શુદ્ધ શાકાહારી હોટેલ નો શુભારંભ કરવા જઈ રહ્યા છે.
2 એપ્રિલના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી પુણેશ મોદી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા સહિતના રાજકીય આગેવાનોના હસ્તે 2એપ્રિલના રોજ હોટલ નું ઓપનિંગ થશે. સુમેરુ ગ્રુપના બાબુભાઇ શાહ, અલ્પેશ શાહ અને રવિ શાહે જણાવ્યું કે સુરત ઉદ્યોગ પ્રિય સીટી છે ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સુરત ની ઓળખ છે તેથી દુનિયાભરમાંથી વેપારીઓ સુરતમાં વેપાર કરવા માટે આવી રહ્યા છે શહેરમાં સારી બ્રાન્ડની world-class હોટલ જરૂરિયાત સતત વધતી જાય છે તેથી અમે વર્લ્ડક્લાસ હોટલ સાથે બ્રાન્ડ હોટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
અમારી હોટલ ભારતની પ્રથમ વેજિટેરિયન બ્રાન્ડ હોટલ છે દુનિયામાં મોટા ભાગની ફાઈવ સ્ટાર હોટલોમાં નોનવેજ પીરસવામાં આવે છે પરંતુ અમારી હોટલ સંપૂર્ણ શુદ્ધ શાકાહારી ભોજન પીરસનાર ઈ પ્રથમ ગ્રાન્ડ હોટલ બનશે. આ હોટલ પર અમને ગર્વ છે. અમારે હોટલમાં જૈન ફુડ માં ખાસ ધ્યાન આપવામાં આવશે. હોટલમાં 93 રૂમ બેન્કવેટ કેફે જીમ સહિતની વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે. Deluxe room, સુટ રૂમ, સુપિરિયર રૂમ સહિતની 4 કેટેગરીની રૂમ ગ્રાહકો માટે અવેલેબલ હશે.
કેફે એરીયા, બેન્કવેટ, રેસ્ટોરન્ટ, ટેરેસ ગાર્ડન સહિતની સગવડ છે. હોટલમાં આવનારા ગ્રાહક સમગ્ર શહેરમાં આરામથી ફરી શકે તે માટે શહેરની મધ્યમાં હોટલનું લોકેશન છે. પ્યોર વેજ અને નો સ્મોકિંગ રૂમ રાખ્યા છે. આગામી તારીખ 14 એપ્રિલથી હોટલનું બુકિંગ કરવા જઈ રહ્યા છીએ. આવો અમારી હોટલમાં અને આરામદાયક લકઝુરિયસ લાઇફ નો આનંદ માણો. સાથે પ્યોર વેજ midnight કૅફે સહિતની સુવિધાનો પરિવાર સાથે એન્જોય કરો.