જસ્ટડાયલના સપોર્ટના લીધે સુરતના વ્યવસાયોએ વિકાસ સાધ્યો
સતત નવા ક્લાયન્ટ્સ મેળવવામાં અને ગ્રાહકોમાં વિશ્વાસ સ્થાપવામાં મદદ કરી છે
સુરત: ભારતના સિન્થેટિક કેપિટલ તરીકે જાણીતા સુરતમાં લગભગ 400 ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ છે જે સિન્થેટિક સાડી અને ડ્રેસ મટિરિયલ્સમાં નિપુણતા ધરાવે છે.
સુરતમાં એમએસએમઈ સેક્ટરે ગુજરાતના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે જે જિલ્લામાં 41000 નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો ધરાવે છે. સુરતમાં એમએસએમઈને સશક્ત કરવા માટે જસ્ટડાયલ તેમની વિઝિબિલિટી અને આઉટરિચને વધારવા માટે આ વ્યવસાયોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નિર્ણાયક રહી છે. વ્યાપક બિઝનેસ લિસ્ટિંગ અને માર્કેટિંગ સોલ્યુશન્સ સાથે આ પ્લેટફોર્મ વ્યવસાયોને સંભવિત ગ્રાહકો સાથે જોડવામાં અને તેમની બજાર હાજરીને અસરકારક રીતે વિસ્તારવા માટે મદદ પૂરી પાડે છે.
જસ્ટડાયલની લીડ જનરેશન સર્વિસીઝના ઉપયોગથી પોતાના નવા સાહસમાં થયેલી વૃદ્ધિ અંગે પોતાનો અનુભવ રજૂ કરતા મેકઅપ સ્ટુડિયો બાય નિધિ ઠાકુરના માલિક નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે “જસ્ટડાયલે મારા વ્યવસાયને વધારવામાં મદદ કરવા માટે ક્વોલિટી લીડ્સ પૂરી પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જસ્ટડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યાના છ જ મહિનામાં મેં મહત્વની લીડ્સમાં નોંધપાત્ર વધારો જોયો છે.
આજ પ્રકારની લાગણી વ્યક્ત કરતા જેડી ઓટોમેશનના જીતેશ જણાવ્યું હતું કે “જસ્ટડાયલે ન કેવળ ક્વોલિટી લીડ્સ પૂરી પાડી છે પરંતુ વિવિધ શહેરોમાં અમારા વ્યવસાયને વિસ્તારવામાં પણ અમને મદદ કરી છે. આ પ્લેટફોર્મે રેફરલ્સ અને અભૂતપૂર્વ કસ્ટમર સર્વિસ દ્વારા સતત નવા ક્લાયન્ટ્સ મેળવવામાં અને ગ્રાહકોમાં વિશ્વાસ સ્થાપવામાં મદદ કરી છે.
સમીરૉ ડેન્ટલ હોસ્પિટલના માલિક કુશલ કક્કડે જસ્ટડાયલ પર લિસ્ટિંગના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે “જસ્ટડાયલ કંપનીની પ્રોફાઇલ મજબૂત બનાવે છે અને ગ્રાહકોમાં વિશ્વાસનું નિર્માણ કરે છે.