સુરતઃ બમરોલી બાપાસીતારામ મેઈન રોડ પર બીઆરટીએસ દયનીય હાલતમાં
જનતા ના ટેક્ષ ના પૈસા બરબાદ કરતું પાલિકા તંત્ર :પાયલ સાકરીયા
સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અને આમ આદમી પાર્ટી ના બમરોલી વિસ્તાર ના સ્થાનિક આગેવાનો જીવરામભાઇ પટેલ, ભરતભાઈ પટેલ વિ. એ બમરોલી વિસ્તાર ની મુલાકાત લેતા બાપાસીતારામ નગર મેઈન રોડ પાસે BRTS બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ ત્યાંની સ્થિતિ જોઈને જાણે પગ તળે થી જમીન સરકી ગઈ હોય તેવો અનુભવ થયો હતો. જનતા ના પૈસા નું પાણી થતું જોઈને વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ જણાવ્યું હતું કે, પાલિકા ને લોકોના પૈસા કેવીરીતે વેડફવા તેની આદત પડી ગઈ લાગે છે. સુરત ની જીવાદોરી સમાન BRTS બસ માં આજે હજારો લાખો ની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે., ત્યારે બસ સ્ટેન્ડ ની હાલત ભંગાર કરતા પણ બદતર જોવા મળી છે. પાલિકા તંત્ર બસ સ્ટેન્ડ બનાવી ને ભૂલી ગઈ હોય તેવું લાગે છે. કોઈ એટલે કોઈ દરકાર લેવાઈ નથી, કોઈ જાત નું મેઇન્ટેનન્સ નથી થયું.
પાયલ સાકરીયા એ વધુમાં માં જણાવ્યું હતું કે, કાયમ જ પાલિકા નવા નવા પ્રોજેકટો બનાવે છે પણ તેની યોગ્ય જાળવણી ના અભાવે છેલ્લે ધૂળ ખાય છે અને આમ જ પ્રજા ના પૈસા વેડફાય છે. જો સાચવવાની ત્રેવડ ના હોય તો બનાવો શું કરવા છો? શું તમે લોકોના પૈસા નો ધુમાડો કરવાનો પગાર લો છો? તેવો વેધક પ્રશ્ન પણ પૂછ્યો હતો.
પાયલ સાકરીયા એ તંત્ર ને અપીલ કરી છે કે, તાત્કાલિક આ અને આવા બીજા ભંગાર હાલત ના ધૂળ ખાતા બસ સ્ટેન્ડો ની મરામત કરાવર જેથી જાહેર જનતા તેનો લાભ લઇ શકે.