સુરત. કોઈ પણ કંપનીની કાર ખરીદ્યા બાદ વ્યક્તિ ને પોતાની પસંદ મુજબ કારમાં ફેરફાર કરાવવાની ઈચ્છા હોય છે. ત્યારે આ માટેની નિષ્ણાંત કંપની ફિલ્મશોપી હવે વેસુ વીઆઇપી રોડ પર શરૂ થઈ છે. ફિલ્મશોપી ના કાર ફેસલીફ્ટ સ્ટુડિયોમાં કારના મૂળ ભાગોને નુકસાન પહોંચાડયા વગર કાર ને ફેસલિફ્ટ કરવાની ટેકનિક ઉપલબ્ધ છે.
આ અંગે કંપનીના સ્થાપક રવી શાહે જણાવ્યું હતું કે
સન કંટ્રોલ ફિલ્મ વેચીને મારી સફરની શરૂઆત કરી હતી પરંતુ તેના પર પ્રતિબંધ મૂકાયા પછી આફ્ટરમાર્કેટ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં બહુવિધ સેવાઓ ઉમેરવના લક્ષ્ય સાથે આગળ વધ્યા જે પૈકી કાર ફેસલિફ્ટ સ્ટુડિયો એક છે. અમને આનંદ છે કે હવે ફિલ્મશોપીનો સ્ટુડિયો વી આઇપી રોડ વેસુ માં પણ ગ્રાહકોની સેવા માટે ઉપલબ્ધ છે. જ્યાં તમારી કારમાં ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે મૂળ ભાગોને નુકસાન પહોંચાડ્યા વિના કાર કસ્ટમાઇઝેશનનો અનોખી ટેકનિક અહીં ઉપયોગમાં લેવામાં આવે છે.
અમે આજની કારની નવીનતમ સુવિધાઓ સાથે આંતરિક અને બહારથી કારને ફેસલિફ્ટ કરીએ છીએ. ભારતમાં 1લી વખત અમે TPU લેમિનેશન ટેક્નોલોજી સાથે કંપનીના મૂળ પેઇન્ટને કાયમી ધોરણે સુરક્ષિત રાખવા માટે કોમ્પ્યુટરાઈઝ કટીંગ પેટર્ન સાથે સંપૂર્ણ ડસ્ટ ફ્રી સ્ટુડિયો રજૂ કર્યો છે.
રવિ શાહે વધુમાં જણાવ્યુ હતુ કે અમે અમારા મોડલને સુંદર નફા સાથે ફ્રેન્ચાઈઝ કરવા અને કાર પ્રેમીઓ, ફ્રેન્ચાઈઝી ભાગીદારોને શ્રેષ્ઠ પરિણામ આપવા માટે વિશ્વાસ ધરાવીએ છીએ.