બિઝનેસસુરત

સુરત બેકર્સ એસોસિએશન દ્વારા “Next Gen GST” અવેરનેસ સેમિનારનું આયોજન  

સુરત: સુરત બેકર્સ એસોસિએશન દ્વારા શુક્રવારે “Next Gen GST સ્પેશિયલ અવેરનેસ સેમિનાર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેર તેમજ આસપાસના વિસ્તારના અનેક બેકર્સે આ સેમિનારમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ અતુલ વેકરિયા (અતુલ બેકરી) એ નવા જીએસટી સંબંધિત નિયમો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સભ્યોને અપીલ કરી હતી કે 22મી સપ્ટેમ્બર 2025થી નવા જીએસટીના લાભો ગ્રાહકોને સીધા અપાશે.

બેકરી ક્ષેત્ર માટે Next Gen GST હેઠળના મુખ્ય સુધારા ઉપર ઉપસ્થિત રહેલા દરેક સભ્યોને માહિતી આપવામાં આવી હતી. બ્રેડ, ખાખરા અને સામાન્ય બેકરી ઉત્પાદનો પર ટેક્સ દર ઘટાડવામાં આવ્યા છે. પ્રીમિયમ કેક, ચોકલેટ અને સ્પેશ્યાલિટી પ્રોડક્ટ્સ પર ઇનપુટ ક્રેડિટ વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. નાના અને મધ્યમ સ્તરના બેકર્સ માટે રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા સરળ બનાવાઈ છે.

આ અવસર પર સુરત બેકર્સ એસોસિએશના પ્રમુખ અતુલ વેકરિયાએ કહ્યું:

“Next Gen GST બેકરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે. પારદર્શિતા વધશે, નાના ઉદ્યોગોને રાહત મળશે અને ગ્રાહકોને સસ્તી કિંમતે ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ મળી શકશે. સુરત બેકર્સ એસોસિએશના દરેક સભ્યને આ પરિવર્તન માટે તૈયાર કરશે.”

આ કાર્યક્રમ નું આયોજન મારવેલ્લા બિઝનેસ હબ, હજીરા રોડ, સુરત ખાતે યોજાયો હતો. અંતે એસોસિએશન તરફથી તમામ ઉપસ્થિત સભ્યો, બેકર્સ અને મુખ્ય સ્પોન્સર Rich’s નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button