સુરત

સુરતઃ ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ

સુરતઃ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ૨૪-સુરત લોકસભા મતવિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર દિપક આનંદ, ખર્ચ ઓબ્ઝર્વરવિજયાનંદ ભારતીય તથા પોલીસ ઓબ્ઝર્વર સૌમ્યા સામ્બશિવનની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓ, એ.આર.ઓ. સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરએ કહ્યું કે, મહત્તમ મતદાન થાય, જે ફરિયાદો આવે તેનો સત્વરે નિકાલ થાય, સમયસર રિપોર્ટીંગ થાય તે જરૂરી છે. મદદનીશ ચૂંટણી અધિકારીઓએ દરેક ઈલેકશન નવું છે તેમ સમજીને ચુંટણી પ્રક્રિયામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. ગરમીના કારણે મતદાન મથકો ઉપર પાણી તથા શેડની વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.

અધિક જિલ્લા ચુંટણી અધિકારી કમલેશ રાઠોડે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સુરત સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારમાં સર્વિસ વોટરો, પોલિંગ સ્ટેશનની સંખ્યા, મોડલ મતદાન મથકો, ઈવીએમ અને ડીસ્પેચિંગ સેન્ટરો, એપિક તથા સ્વીપની કામગીરી અંગે સર્વેલન્સ માટે બનાવવામાં આવેલી વિવિધ ટીમ તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા, ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમોની કામગીરી, એમ.સી.એમ.સી. કમિટી, ઈવીએમ અને વીવીપેટ મશીનોની સંખ્યાની વિગતોથી વાકેફ કર્યા હતા.

બેઠક બાદ ઓબ્ઝર્વરઓએ જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધી, જોઈન્ટ પો.કમિશનર વાબાંગ જમીર, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, અધિક જિલ્લા ચુંટણી અધિકારી આર.સી.પટેલ તથા એ.આર.ઓ., નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button