બિઝનેસ

ટીબી મુક્ત ભારત મિશન હેઠળ અદાણી ફાઉન્ડેશનનો વાગરામાં સહયોગ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાગરામાં અદાણી ફાઉન્ડેશનના સહકારથી સશક્ત થયું

દહેજ, ભરુચ : ટીબી મુક્ત ભારત મિશન હેઠળ કોર્પોરેટ સમૂહના સહયોગ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી થયું છે. વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રને રોગ નિદાન માટે અત્યંત જરૂરી એવું TRUNATT એનેલાઈઝર નામનું યંત્ર અદાણી ફાઉન્ડેશનના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે.

રોગ નિદાન માટેના આ મશીન દ્વારા ૩૫ પ્રકારના લોહી રિપોર્ટ મેળવી શકાય છે. ડેન્ગ્યુ, ક્ષય(ટી.બી), મલેરિયા પી.એફ., મલેરિયા પી.વી., એચ.બી.વી(HBV), એચ.એ.વી.(HAV), એચ.સી.વી(HCV), એચ.ઈ.વી.(HEV), ટાઇફોઈડ, કોલેરા, એચ.આઈ.વી.(HIV), ચીકન ગુનિયા, કોરોના (Covid-19), એન.ગોનોરિયા, રેબિઝ(RABIES), SHIGELLA, ટ્રાઈકોમોનાસ (TRICHOMONOS), નીપાહ(NIPAH), ઇન્ફલુઇંઝા(INFLUENZA-AB) જેવા રોગનું નિદાન કરતાં રિપોર્ટ હવે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ કરી શકાશે. આ સુવિધા મળવાથી વાગરા તાલુકાનાં એક લાખથી વધુ લોકોને ભરુચ સુધી જવાની જરૂર નહીં રહે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે. અદાણી ફાઉન્ડેશન લોકોના આરોગ્ય માટે CHC અને PHC ના વિકાસ માટે હરહંમેશ કટિબધ્ધ છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મશીનરીના અભાવે દર્દીઓ લોહીના રિપોર્ટ માટે ઘણી તકલીફ પડતી હતી. એ સંદર્ભે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી. આજે અર્પણવિધિના કાર્યક્રમમાં અદાણી દહેજ પોર્ટના સીઓઓ પંકજ ઉકે, ભરુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે. એસ. દુલેરા, જિલ્લા ટીબી ઓફિસર ડો.પુનમ ટાંબા, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા, મેડિકલ ઓફિસર વાગરા, અદાણી ફાઉન્ડેશન ટીમ અને આરોગ્ય વિભાગના કર્મીઓ હજાર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button