સુરત
સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન-સુરત દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ
સુરત: ૨૬ જુલાઈ- કારગીલ વિજય દિવસ નિમિત્તે સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન-સુરત દ્વારા શહીદોને વંદન સાથે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વરાજભાઈ પોલ (ભૂતપૂર્વ જિલ્લા યુવા સંયોજક-એન.વાય.કે.એસ, યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર), શિવરાજભાઈ સાવળે (ભૂતપૂર્વ હેડ કોન્સ્ટેબલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSF) અને સંસ્થાપક પ્રદિપ શિરસાઠે તાલીમાર્થીઓને કારગિલ વિજય દિવસ અને વીર જવાનોના બલિદાન વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં કુ.મંજુ પચાર, કુ. દીપિકા શર્મા, રિતિક દસબુડ, રાજ વાનખેડે પણ ઉપસ્થિત હતા.