
સુરત : વિધાર્થીઓ જુદા જુદા દેશોની જીવનશૈલી,રીતરિવાજો,સાંસ્કૃતિક વારસાને સમજે , જાણે , અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે મળીને વિવિધ વિષયો પર માહિતી નું આદાનપ્રદાન કરી ભવિષ્યના ટેકનોલોજી યુક્ત વિશ્વ માં કારકિર્દી સંલગ્ન આયોજનો માટે તૈયાર થાય તે હેતુસર સ્ટેમબોટીક્ષ દ્વારા સુમન હાઈસ્કુલ સેલ ના વહીવટી અધિકારી ધર્મેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ તા ૨/૫/૨૦૨૫ ના રોજ કલ્ચર એક્ષ્ચેન્જ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ.
જેમાં સુમન હાઈસ્કુલ ૨૩ પાંડેસરા ના ચાર વિદ્યાર્થીઓ પ્રાંજલ જયસ્વાલ, ભૌમિક મોહંતી , રાહુલ રાજપુરોહિત ,જયા સિંઘ તેમજ સુમન હાઈસ્કુલ ૨૨ ની વિદ્યાર્થિની સોનલ સિંઘે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળા ને તેમજ સુરત મહાનગરપાલિકા ને ગૌરવ પ્રદાન કરેલ છે.