બિઝનેસ

સુદર્શન કેમિકલનો હ્યુબેક ગ્રુપને હસ્તગત ડેફિનેટિવ એગ્રીમેન્ટ

સુરત, સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“એસસીઆઇએલ” અથવા “કંપની”) એ જર્મની સ્થિત હ્યુબેક ગ્રૂપ સાથે તેના સંપાદન પર એસેટ અને શેર ડીલના સંયોજનનો એક ડેફિનેટિવ એગ્રીમેન્ટ કર્યાની આજે જાહેરાત કરી છે.

આ વ્યૂહાત્મક સંપાદન એસસીઆઇએલની કામગીરી અને કુશળતાને હ્યુબકની તકનિકી ક્ષમતાઓના સમન્વયથી પિગમેન્ટ માટેની વૈશ્વિક કંપની બનાવશે.

સંપાદન પછીસંયુક્ત કંપની પાસે પિગમેન્ટની ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટનો વ્યાપક પોર્ટફોલિયો હશે અને યુરોપ તેમજ અમેરિકા સહિતના મુખ્ય બજારોમાં હાજરી મજબૂત બનશે. તે એસસીઆઇએલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારશે અને ગ્રાહકોને અને વિશ્વમાં 19 સાઇટ્સ પર વૈવિધ્યસભર એસેટનો લાભ આપશે. સંયુક્ત કંપનીનું સુકાન શ્રી રાજેશ રાઠી અને ગુણવત્તાયુક્ત અમલીકરણનું કૌશલ્ય તેમજ તકનીકી યોગ્યતા ધરાવતી ઉચ્ચ પ્રદર્શન કરતી મેનેજમેન્ટ ટીમકરશે.

એસસીઆઇએલના મેનેજિંગ ડિરેક્ટર  રાજેશ રાઠીએ જણાવ્યું હતું કે “મુખ્ય વૈશ્વિક બજારોમાં વેપાર કરતી બે કંપનીઓને એકસાથે લાવતા આ સોદાથી અમને આનંદ થાય છે. અમે ફ્રેન્કફર્ટને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કેન્દ્ર રાખીનેએકખરેખર વૈશ્વિક પિગમેન્ટ કંપની બનાવવા માટે આ બે કંપનીઓનું કાળજીપૂર્વક સકંલન કરીશું. 

હ્યુબેકના બ્રામ ડી’હોન્ડે જણાવ્યું હતું કે, “એસસીઆઇએલસાથે હાથ મિલાવીને અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે ગ્રાહકોને સેવા આપવાનો અમારો 200 વર્ષથી વધુનો વારસો ફરીથી મેળવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે ભેગા મળીને ગ્રાહકલક્ષી અને પ્રોડક્ટની શ્રેષ્ઠતાના સિદ્ધાંતોના જોરે ઉત્પાદન કરીને પિગમેન્ટ ઉદ્યોગના ભાવિનું નિર્માણ કરીશું. 

ક્રોફોર્ડ બેલી અને નોઅર સુદર્શનના કાયદાકીય સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે અને ડીસી એડવાઇઝરી નાણાકીય સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button