એલ .પી સવાણી વિદ્યાભવન માં અભ્યાસ કરતા “ટવીન્સ ભાઈ-બહેનની જોડીએ મેળવેલી સિદ્ધિ”
અડાજણ સ્થિત શ્રીમતી.એલ .પી સવાણી વિદ્યાભવન વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું માર્ચ -2020 નું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયેલ છે .જેમાં શાળાના વિદ્યાર્થીઓ માંથી A1-01, A2 ગ્રેડમાં -07 ,B2 -16 ,B2 ગ્રેડ -11 વિદ્યાર્થીઓ એ પ્રાપ્ત કરેલ છે. ધોરણ-12 સાયન્સ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ટવીન્સ ભાઈ- બહેન કે જેઓ પહેલાંથી જ આ શાળામાં અભ્યાસ કરતા આવ્યા છે અને ધોરણ -10 માં પણ બંને ભાઈ- બહેને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા બાદ ભાઈ-બહેને ધોરણ-12 માં A1 ગ્રેડ મેળવવા માટેનો સંકલ્પ કરીને શરૂઆત થી જ મહેનત ચાલુ કરી દીધી હતી.
દેસાઈ ભવ્ય અને દેસાઈ ભાવિ કે જેવો “ભવ્ય આત્મવિશ્વાસ અને પુષ્કળ મહેનત તથા આયોજનબદ્ધ શિક્ષણ સાથે ઉજ્જવળ (ભાવિ)ભવિષ્યના સાથે સપના જોતા હતા અને લક્ષ્યપ્રાપ્તિ માટે મંડ્યા રહેતા હતા.તેમના પિતાજી કે જેવો રિટાયર ડાઈગ માસ્ટર છે તેઓના સતત માર્ગદર્શન અને તેમની માતા કે જેવો હાઉસ વાઈફ છે તેઓનો સહકાર બંને બાળકોને સતત મળતો રહ્યો હતો અને મમ્મી માટે તો ઘરમાં જ બંને બાળકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ હતી ભવ્ય ગણિત વિષય અને ભાવિ બાયોલોજી વિષયની પસંદગી કરીને અભ્યાસમાં આગળ વધ્યા અને ક્યારેય મહેનત કરવામાં પાછું વાળીને જોયું નથી. બંને બાળકોને શાળામાંથી જે રીતે માર્ગદર્શન આપવામાં આવતું હતું તે રીતે શિક્ષણ કાર્યમાં પરોવાયેલા રહેતા .
દેસાઈ ભવ્ય એ 99.96 પર્સનટાઈલ સાથે A1 તથા GUJCET -2022માં 109 માર્ક્સ મેળવ્યા છે જે કોમ્પ્યુટર એન્જિનીયરિંગ બની કારકિર્દી બનાવવા માંગે છે. જ્યારે દેસાઈ ભાવિએ 99.09 પર્સન્ટાઈલ સાથે A2 તથા GUJCET-2022માં 102.50 માર્ક મેળવ્યા છે જે મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખે છે. સાથે જ જન્મેલા બંને ભાઈ બહેનેની જોડીએ સાબિત કરી બતાવ્યું છે કે ભલે વિષય અલગ પસંદ કયૉ પણ સાથે મળીને એકબીજાને મદદ કરીને મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.