રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લા નો અભ્યાસ વર્ગ કામરેજ દાદા ભગવાન મંદિર ખાતે યોજાયો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લા નો અભ્યાસ વર્ગ કામરેજ દાદા ભગવાન મંદિર ખાતે યોજાયો. રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમે શિક્ષક, શિક્ષક કે હિતમે સમાજ , જેવા શુભ વિચાર સંકલ્પ સાથે આજરોજ અભ્યાસ વર્ગનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત સંગઠન મંત્રી ઘનશ્યામભાઇ પટેલ, સંત સ્વામિનારાયણ મંદિર ઘલુડિ ના સ્વામી અક્ષય પ્રસાદ દાસજી, ચિંતનભાઈ ઉપાધ્યાય (પ્રાંત પ્રચારક), પ્રકાશચંદ્રજી( Rss પ્રચારક) સરદારસિંહ મચ્છાર, ડો. જગદીશભાઈ પટેલ ( પૂર્વ મેયર ) હસમુખભાઈ પટેલ (પૂર્વ નગર શિક્ષણ સમિતી ચેરમેન ), મહેશભાઈ પટેલ અધ્યક્ષ સુરત કોર્પોરેશન તથા જિલ્લાના હોદ્દેદાર મિત્રો ની ઉપસ્થિતિમાં વૈચારિક યજ્ઞના ભાગરૂપે અભ્યાસ વર્ગ યોજાયો
જેમાં સુરત કોર્પોરેશન અને જિલ્લા ના ૧૨૦ હોદ્દેદારો અને ગુરુજનો એ હાજરી આપી હતી.. અભ્યાસ વર્ગમાં છ સત્ર માં રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખી પોતાના ક્ષેત્રમાં કાર્ય કરી શકે જેના ઘડતરની પ્રક્રિયા ના અનુસંધાને કામ કરી શકાય જે અંગે આ વર્ગમાં અલગ અલગ વિષયો સાથે પરિપૂર્ણ જ્ઞાનનું ભાથું બૌદ્ધિક સ્તરનાં નિષ્ણાંત અધિકારીઓ પ્રાંત પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સ્વામીજી ના હસ્તે કરાયું હતું. તેઓ આશીર્વચન આપતા જણાવેલ કે શિક્ષક અંધકાર રૂપી જીવનને અજવાળું કરે છે. માણસ બનાવવાની ફેક્ટરી એટલે સ્કૂલ વર્તમાન સમયમાં શિક્ષણ જગતની કામગીરી વ્યાપાર જોવાય છે. અંગે ચિંતા વ્યક્ત કરેલ અને રાષ્ટ્રીય સ્તર ઉપર શિક્ષકો સક્રિય થઇ કાર્યક્રમમાં સફળતા મેળવે જે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
શૈક્ષિક મહાસંઘ સુરતના અભ્યાસ વર્ગમાં ચિંતન ઉપાધ્યાય પ્રાંત પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડી યોગ્ય દિશા બતાવેલ હતી. ફકીર હસનશા નિરીક્ષક સુરત કોર્પોરેશન દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ ઉપરાંત તમામ મહાનુભાવો દ્વારા અલગ-અલગ ૬ સત્ર માં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આમ આ સુરતના અભ્યાસ વર્ગમાં દાદા ભગવાન મંદિર ના પવિત્ર તિર્થસ્થાન માં ખૂબ સરસ આયોજન થયેલ હતું.