સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અંડર-૧૬ આંતર શાળા ફૂટબોલ ટુર્નામેન્ટ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ને ગુરુવાર દરમ્યાન ભાગ લેવામાં આવેલ હતો.
જેમાં સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડ અને જી.એસ.ઈ.બી ગુજરાતી માધ્યમ એમ કુલ ૨ બહેનોની ટીમે ભાગ લીધેલ હતો. આ ટીમે રજત અને કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્યશ્રી, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.