સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી

સુરત : આજ રોજ H.S.C. બોર્ડ સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ ક્રમાંક જેસાની મિતાલી હરેશ (99.91 -પર્સન્ટાઈલ રેન્ક), દ્વિતીય ક્રમાંક શર્મા સાહિલ સંજય (99.39 -પર્સન્ટાઈલ રેન્ક ), તથા તૃતીય ક્રમાંક પટેલ રિધ્ધિ નરેશકુમાર (98.28 -પર્સન્ટાઈલ રેન્ક) મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યુ છે.
AI અને A2 મળીને એકવીસ વિદ્યાર્થીઓ તેમજ B1 અને B2 મળીને ચાળીસ વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. શર્મા સાહિલ એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા. તેમજ જેસાની મિતાલી આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને અર્થશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા. નામાના મૂળતત્વો, અર્થશાસ્ત્ર, કોમ્પ્યુટર, સેક્રેટરીઅલ પ્રેકટીસ, અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી આ તમામ વિષયમા શાળાએ ૧૦૦% પરિણામ મેળવ્યુ. તેમજ શાળાનું પરિણામ ૯૬.૪૩% આવ્યુ છે.
આ સાથે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક તિલવાની નેહા કિશોરભાઈ (79.07 % ), દ્વિતીય ક્રમાંક ઉબ્બલપેલ્લી અશ્વીન રવિન્દ્ર (77.00 %) તથા તૃતીય ક્રમાંક નાદાર અથિસયા (76.00 %) મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે.
શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર, સુશીલા મેડમ, પ્રિન્સીપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર ડેવિડસર તથા શાળાના શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા.