સુરત

સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી

સુરત શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ૪૦૫૯ લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રીપોર્ટ કરવામાં આવ્યો

સુરતઃ  સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર સુરત શહેરમાં જુદી જુદી ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઈડમાં ચલાવે છે, તેવા તા.૧૫મી જુનથી તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન ૧૭,૧૬૭ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા. જયારે ૪૦૫૯ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

સૌપ્રથમ રોંગ સાઈડથી જે પણ અકસ્માતો થાય છે તેવા અકસ્માતોમાં રોકવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ઘટાડવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button