એજ્યુકેશન
સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સારું પરિણામ
સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી શાળામાં આજ રોજ આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સારું પરિણામ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે. તે માટે અમારી શાળા ખૂબ જ ગર્વ અનુભવે છે. શાળાના સંચાલક બી. વી. એસ. રાવ તથા સુશીલા મેડમ તેમજ આચાર્યા ધન્યા પ્રિન્સ તેમજ એકેડેમિક એડમીન ડેવિડકુમાર તથા તમામ શિક્ષક ગણની મહેનત દ્વારા અમારી શાળાએ 89 ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે. તેથી શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.
આ સાથે અમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એ-1 અને એ-2માં ગુણાંક પ્રાપ્ત કરેલ છે. અમને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળાનો વિદ્યાર્થી મનષાની ગર્વ ગોપાલભાઈએ પ્રથમ ક્રમાંક સાથે 99.91 પર્સન્ટાઇલ પ્રાપ્ત કરીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યું છે.