સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલનું ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ
A1 ગ્રેડ ના 9 અને A2 ગ્રેડ ના 43 વિધાર્થીઓ

સુરત : આજ રોજ S.S.C. બોર્ડનું પરિણામ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ ક્રમાંક મોદી જેત્વી તેજસ (99.48-પર્સન્ટાઈલ રેન્ક), દ્વિતીય ક્રમાંક નાથી પ્રાથ્વી દિલિપકુમાર (98.90 -પર્સન્ટાઈલ રેન્ક), તથા તૃતીય ક્રમાંક વસાની ટવીકલ મિત્તલ (98.62-પર્સન્ટાઈલ રેન્ક મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યુ છે. જેમા પ્રથમ ક્રમ મેળવનાર મોદી જેત્વીએ વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન તથા સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે. તેમજ શાળાનું પરિણામ ૯૧.૦૦% આવ્યુ છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાએ વિદ્યાર્થીઓને સતત પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
A1 ગ્રેડ ના 9 અને A2 ગ્રેડ ના 43 વિધાર્થીઓ, તેમજ સંસ્કૃત વિષયનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયેલ છે. આ તમામ વિધાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે
શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર, સુશીલા મેડમ, પ્રિન્સીપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર ડેવિડસર તથા શાળાના શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યુ કે “જો તમે સંઘર્ષને પોતાની આદત બનાવી લેશો તો સફળતા તમારી તકદીર બની જશે.” A1 ગ્રેડ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા.