આઈઈએલટીએસ અને અંગ્રેજીની સર્ટિફાઈડ તાલિમ આપવા માટે કેમ્બ્રીજનો શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટસ પ્રા.લિ. સાથે સહયોગ
આ સહયોગ મારફતે સારી રીતે ડિઝાઈન થયેલી અને પરિણામલક્ષી અભ્યાસ સામગ્રી અને ટ્રેનિંગ ટુલ્સ પૂરાં પડાશે
અમદાવાદ, તા.22 ફેબ્રુઆરી, 2023: આઈઈએલટીએસના માલિક કેમ્બ્રીજે જાહેરાત કરી છે કે વિદેશમાં શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષાનું શિક્ષણ અને એસેસમેન્ટ સુધારવા માટે તથા આઈએલટીએસનું કોચીંગ આપીને વર્ગખંડમાં શિક્ષણના અનુભવમાં વૃધ્ધિ કરવા માટે તેમણે શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ ખાતે શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટસ પ્રા.લિ. સાથે સહયોગ કર્યો છે. આ રીતે હવે શ્રી હરિ, ગુજરાતમાં કેમ્બ્રીજના લર્નીંગ પાર્ટનર બન્યા છે અને તે સારી રીતે સંશોધન કરાયેલા અને વૈજ્ઞાનિક ડિઝાઈન ધરાવતી શિક્ષણ સામગ્રી મારફતે આઈઈએલટીએસનું કોચીંગ આપશે.
આ સહયોગના ભાગરૂપે શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટસ પ્રા.લિ. સાથે સંકળાયેલા તમામ કાઉન્સેલર્સ અને ટ્રેનર્સ નિષ્ણાંતો પાસેથી તાલિમ મેળવશે અને આ તાલિમનો વારસો આગળ ધપાવશે. કેમ્બ્રીજ તેમને અવાર-નવાર સર્ટિફાઈડ ટ્રેનિંગ મટિરીયલ્સ પૂરૂ પાડતી રહેશે અને આ સામગ્રી આઈઈએલટીએસના વિદ્યાર્થીઓ માટે લાભદાયી બની રહેશે. હાલમાં શ્રી હરિ પાસે તેમની 6 ઓફિસ (નારણપુરા, નિકોલ, ન્યૂ રાણીપ, મહેસાણા, કલોલ અને ભાવનગર) માં 40 થી વધુ ટ્રેનર્સ છે. વર્ષ 2006થી શ્રી હરિ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને તાલિમ પૂરી પાડે છે. સંસ્થા ભવિષ્યમાં તેમની કામગીરી વધુ કેન્દ્રોમાં વિસ્તારવાની નેમ ધરાવે છે.
આ સહયોગ અંગે વાત કરતાં બિઝનેસ હેડ, ઈંગ્લીશ લેંગ્વેજ ટ્રેનીંગ ઈન્ડિયા- શ્રી ટી. કે અરૂણાચલમ જણાવે છે કે “અમે વિદ્યાર્થીઓને સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતી તાલિમ આપાવાનું વિઝન વિસ્તારવા માંગીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અપાતી તાલિમમાં સુધારો થાય અને તેમની આંતરરાષ્ટ્રિય મહેચ્છા પાર પડી શકે. આઈઈએલટીએસની તાલિમ મેળવવા ઈચ્છતો સમુદાય ખૂબ મોટો છે અને દર વર્ષે તેમાં બે આંકડાના વૃધ્ધિ દર સાથે વધારો થઈ રહ્યો છે. આથી અમે માનીએ છીએ કે તાલિમાર્થીઓ સંશોધન કરાયેલી સામગ્રીથી અભ્યાસ કરશે તો તેમના કૌશલ્ય અને ક્ષમતા નિર્માણમાં વધારો થશે. અમે વિદ્યાર્થીઓની અભ્યાસની જરૂરિયાતને સારી રીતે સમજીએ છીએ અને બહેતર પરિણામો મળે તે માટે કામ કરી રહ્યા છીએ. અમે કેમ્બ્રીજની અભ્યાસ સામગ્રી પ્રિન્ટેડની સાથે સાથે ડીજીટલ સ્વરૂપે પૂરી પાડીને તેમને બહેતર સલાહ આપી રહ્યા છીએ. સર્ટિફાઈડ પ્રિન્ટેડ કેમ્બ્રીજ કન્ટેન્ટ સાથે સ્પેશ્યલ ઓફર્સ રજૂ કરી રહ્યા છીએ. અમે તેને કેમ્બ્રીજના પ્લેટફોર્મ પર પ્રોગ્રામ માટે જરૂરી ઈન્સ્ટીટ્યુટના એન્ડ યુઝર્સ માટે કેમ્બ્રીજ સામગ્રી અને અન્ય ડીજીટલ એસેટસ રજૂ કરી રહ્યા છીએ.”
શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટસ પ્રા.લિ.ના મેનેજીંગ ડાઇરેક્ટર, શ્રી અશોક પટેલ જણાવે છે કે “અંગ્રેજી ભાષાના કૌશલ્ય અંગેની જરૂરિયાત રોજબરોજ વધતી જાય છે અને અંગ્રેજી ભાષા ચોકસાઈથી સંશોધિત સામગ્રી દ્વારા પૂરી પાડવાની કામગીરી પડકારરૂપ બનતી જાય છે. કેમ્બ્રીજ સાથેની પાર્ટનરશીપને કારણે અમારી ઈન્સ્ટીટ્યુટમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ વર્લ્ડ ક્લાસ ટ્રેનીંગ મોડ્યુલ્સ, સર્ટિફાઈડ અને ઓરીજીનલ મટિરિયલ્સ મેળવી શકશે, જે તેમને અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં સારો સ્કોર મેળવવામાં સહાયરૂપ થશે. અમે કેમ્બ્રીજ સાથે લાંબાગાળાના અને ફળદાયી સહયોગ માટે આશાવાદી છીએ. અમારા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાં સાકાર કરવામાં સહાયરૂપ બનીશું.”
કેમ્બ્રીજ દ્વારા જે અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવે છે તે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના અંગ્રેજી ભાષાના નિષ્ણાંતોએ તૈયાર કરેલી હોય છે અને તે આંતરરાષ્ટ્રિય સ્તરે માન્યતા ધરાવે છે. ELT પબ્લીશીંગ મટિરીયલ સંશોધન આધારિત હોય છે અને તેમાં કેમ્બ્રીજ ઈંગ્લીશ કોર્પસ અને ઈંગ્લીશ પ્રોફાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જેનાથી અંગ્રેજી ભાષાનો તેના સ્થાનિક વક્તાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે પ્રકારે ઉપયોગ કરી શકાશે અને અભ્યાસ કરનારને અંગ્રેજી શિખવામાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરવા ઉત્તમ ટીચીંગ અને લર્નિંગ રિસોર્સીસ વિકસાવવામાં આવ્યા છે.