સુરત

સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું

રેલ્વે મંત્રીએ શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી

સુરતઃ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, અગ્રણી દિનેશભાઈ નાવડિયા, રેલ્વે અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ તા.૧૩મીએ મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યે પણ વધુ એક ઉધના રેલ્વે સ્ટેશનથી ઉધનાથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને ફ્લેગ ઓફ આપી અયોધ્યા રવાના કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button