બિઝનેસસુરત

ઓગષ્ટમાં બીટુસી ધોરણે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’યોજાશે

સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શનમાં ૩૦થી ૩પ જ્વેલરી બ્રાન્ડ દ્વારા પાર્ટીસિપેટ કરાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના ૩૦થી ૩પ જ્વેલર્સ તેઓ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે. વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.

બીટુસીના ધોરણે એકઝીબીશન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે. મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સો દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરાશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button