બ્રાવિઆ ટેલિવિઝન માટે ‘સિનેમા ઇઝ કમિંગ હોમ’ કૉન્સેપ્ટની સ્થાપના કરતું સોની ઇન્ડિયા
સુરત: સોની ઇન્ડિયાએ ‘સિનેમા ઇઝ કમિંગ હોમ’ નામના નવા ખ્યાલની રજૂઆત કરી છે, આ નવા દૃષ્ટિકોણમાં સોની દ્વારા અદ્યતન ટૅક્નોલોજીને સમૃદ્ધ સિનેમેટિક અનુભવ સાથે મર્જ કરીને ઉપભોક્તાઓ ઘેર બેઠાં ટૉકીઝના જેવી જ મૂવીની મજા માણી શકે તે માટે તૈયાર કરવામાં આવી છે. ખૂબ જ પ્રસિદ્ધ અને પોંખાયેલા ફિલ્મનિર્માતા શ્રી એસ.એસ. રાજામૌલીના સમર્થન સાથે આ નવીનતામાં ભારતીય લોકો ઘેર બેઠાં ફિલ્મને કેવી રીતે માણી-નિહાળી શકે છે તેના અર્થો લગભગ બદલાઈ જશે, એવી ખાતરી છે.
‘સિનેમા ઇઝ કમિંગ હોમ’નો કૉન્સેપ્ટ મૂવી-ચાહકો માટે જીવનશૈલીમાં આમૂલ પરિવર્તનની એક નવી દિશા છે, જેનાથી તેઓ પોતાના ઘરમાં જ આરામથી સિનેમા જેવા અનુભવને માણી શકે છે. મુખ્ય ત્રણ મુદ્દે કૉન્સેપ્ટ મહત્ત્વનો બની રહે છે: પ્રથમ અને મહત્ત્વનું કારણ – સિનેમેટિક પિક્ચર અને સાઉન્ડની મજા. બ્રેવિઆ ટેલિવિઝનમાં અદ્યતન પિક્ચર અને ઑડિયો ટૅક્નોલોજીનો સમન્વય છે. હવે દર્શક જીવંતતા અને અલગ મજાની ભાવના વ્યક્ત કરી શકીએ છીએ.. તેમાં નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને સોની પિક્ચર્સ કોર સાથે સહયોગ કરીને કંપનીએ તેમના સર્જકોના હેતુ મુજબ પિક્ચરની ગુણવત્તા પ્રદાન કરી દીધી છે. ત્રીજો મુદ્દો છે ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મના અનુભવનો. તેમાં બ્રેવિઆ સિનેમામાંથી ઉત્પન્ન થયેલી ટૅકનિકો જેવી કે આઈમૅક્સ એન્હાન્સ્ડ અને ડોલ્બી વિઝન તથા ઍટમોસને પણ સાંકળી લે છે.
આ અંગે બોલતાં સોની ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ નય્યરે જણાવ્યું હતું કે, “અમે આ નવીનતાસભર ‘સિનેમા ઇઝ કમિંગ હોમ’ના ખ્યાલ સાથે શક્ય તેટલી અધિકૃત રીતે ફિલ્મનિર્માતાના વિઝનને જીવંત કરી રહ્યા છીએ. અમારી બ્રેવિઆ પ્રોડક્ટ સિનેમાના ઉત્કૃષ્ટ અનુભવને ઘરમાં પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી છે.
જાણીતા અને પોંખાયેલા ફિલ્મનિર્માતા એસ.એસ. રાજામૌલી દ્વારા સોનીના ‘સિનેમા ઇઝ કમિંગ હોમ’ના નવીનતમ ખ્યાલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મના શોખીન લોકો માટે વાસ્તવિક વ્યૂઇંગ-એક્સપિરિયન્સ આપવામાં આ નવીન ખ્યાલની ભૂમિકા પર તેમણે ભાર મૂક્યો છે.