સોનાટાએ નવું સ્લીક કલેક્શન બજારમાં મુક્યું

સુરત : ભારતમાં કાંડા-ઘડિયાળની અગ્રણી કંપની સોનાટા એ પોતાની ભવ્ય સ્લીક સિરીઝની છઠ્ઠી આવૃત્તિ – ધ સ્લીક કલેક્શન બજારમાં મુકી છે. તાજેતરની આ લોન્ચ ભવ્યતા અને ઇનોવેશન પ્રત્યેની સોનાટાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેણે ઇતિહાસમાં પુરુષો માટેના સૌથી પાતળી વોચકેસ બજારમાં લોન્ચ કરી છે. તેની નવી પ્રભાવી ઓળખ અને કાળજીપૂર્વકની કારીગરી થી ઘડિયાળના ફીચર મિનિમલ પરંતુ મનોહર છે અને અત્યારના યુવાન વ્યાવસાયિકો માટે તે આદર્શ છે.
સોનાટાનું નવું સ્લીક કલેક્શન તે છટાદાર દેખાવવાળી અને પોસાય એવી છે. ડિશવાળા બોટમ વાળી અને 6.05 મીમીની અલ્ટ્રાસ્લિમ પ્રોફાઇલવાળી આ ઘડિયાળ કાંડા પર બંધબેસતી છે. તે મેટલ, ચામડાં અને મેશ પટ્ટા સાથે આવે છે. ગતિશીલ માહોલમાં રહેતા વ્યક્તિઓ માટે તૈયાર કરવામાં આવેલી આ સિરીઝ દેખાવે મનોહર અને ઉપયોગી હોય એ રીતે તૈયાર કરવામાં આવી છે. રૂ. 1,895થી 2,895 સુધીના ભાવવાળું સ્લીક કલેક્શન હવેસમગ્ર ભારતમાં દરેક દુકાનો પર ઉપલબ્ધ છે.
કલેક્શન અંગે વાત કરતા સોનાટાના હેડ ઓફ બ્રાન્ડ શ્રી પ્રતીક ગુપ્તાએ કહ્યું હતું કે,“નવા સ્લીક કલેક્શનના લોન્ચની સાથે અમે ઇનોવેશન અને ઉત્કૃષ્ટતાની સોનાટાની યાત્રામાં નવું મોટું પગલું ભર્યું છે.