સુરતઃ સમથિંગ્સ બ્રૂઇંગે સુરતમાં પોતાના નવા કોફી એક્સપીરિયંસ સેન્ટરનું સફળતાપૂર્વક શુંભારંભ કર્યો છે. આ ભવ્ય ઉદ્ઘાટન 6 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવ્યું, જે બ્રાન્ડની 4થી વર્ષગાંઠ હતી અને આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બાદ થોડા જ દિવસો બાદ કરવામાં આવ્યું. આ નવો 800 ચોરસ ફૂટનો સ્ટોર જી-6 એસએનએસ અરિસ્તા, હેપ્પી રેસિડેન્સીની સામે, ઉધના મગડલ્લા રોડ, સુરત-395007 પર સ્થિત છે. આ સ્ટોર તમામ પ્રકારના કોફી પ્રેમીઓ માટે એક સર્વોત્તમ સ્થળ છે, ભલે પછી તે હોમ બ્રીવર હોય, ઓફિસ કોફી સોલ્યૂશનની શોધ કરી રહ્યાં હોય, બારિસ્તા હોય કે કેફેના માલિક હોય.
નવા સ્ટોરની દિવાલો અને શેલ્ફ્સ 50થી વધુ વિશ્વ પ્રસિદ્ધ કોફી ગિયર બ્રાન્ડ્સથી સજાવેલી છે. તેમાં ફેલો, એરોપ્રેસ, લા માર્ઝોકે, રેંસિલિયો, અંફિમ, 1ઝેડપ્રેસો, બારાત્ઝા અને કેંક્સ જેવી પ્રતિષ્ઠિત બ્રાંડ્સનો સમાવેશ થાય છે. સાથે જ ડેલોન્ધી, યૂરેકા અને નેસ્પ્રેસો જેવા લોકપ્રિય બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ છે. ભલે પછી તે ટાઇમ્મોર ગ્રાંઇડર હોય કે વાકાકોના પોર્ટેબલ બ્રુઅર્સ, અહીં કોફી પ્રેમીઓ માટે તમામ ઉપલબ્ધ હશે.
રેંસિલિયો અને લા માર્ઝાકો જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ પ્રોફેશનલ્સ-ગ્રેડના કોફી એક્સપીરિયંસ પ્રદાન કરે છે, જ્યારે એંફિમ અને માલ્કોનિંગ જેવી કંપનીઓ તે લોકો માટે ઉત્કૃષ્ટ છે, જે પરફેક્ટ ગ્રાઇંડની શોધમાં છે.
સમથિંગ્સ બ્રૂઇંગના ફાઉન્ડર અને એમડી અભિનવ માથુરે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું, “કોફી પ્રત્યેના સાચા પ્રેમ માટે ઓળખાતા શહેર શહેર સુરતમાં પોતાના સ્ટોર લોન્ચ કરવો એ એક સપનું સાકાર થવા જેવું છે. અમારૂં વિઝન એક એવી જગ્યા બનાવવાનું હતુ કે જ્યાં સ્થાનીય કોફી કોમ્યુનિટી આગળ વધી શકે, પોતની બ્રૂઇંગ કેપેસિટીને વધારી શકે અને કોફી નોલેજને વધુ ઉંડું બનાવી શકે.” સમથિંગ્સ બ્રૂઇંગ સુરત સ્ટોર પર ઇમર્સિવ બ્રૂઇંગ ડેમોસ્ટ્રેશન, નિષ્ણાતો દ્વારા સંચાલિત વર્કશોપ્સ અને વિશ્વ-સ્તરીય કોફી ઉપકરણોની ક્યૂરેટેડ રેંજ શામેલ છે.
સુરતમાં આ લોન્ચ સમથિંગ્સ બ્રૂઇંગના ભારત ભમાં હોમ બ્રૂઅર્સને પ્રેરિંત અને સશક્ત બનાવવાના મિશનમાં મહત્વપૂર્ણ પગલુ છે. આ તેમનો ભારતમાં બીજો સ્ટોર છે અને બ્રાન્ડના વિસ્તારમાં એક મહત્વપૂર્ણ પગલુ છે.
એક સાધારણ રિટેલ સ્પેસથી વધીને, સમથિંગ્સ બ્રૂઇંગે પોતાને કોફી એજ્યુકેશન અને કોમ્યુનિટી બિલ્ડિંગના કેન્દ્રના રૂપમાં ઝડપથી સ્થાપિત કરી છે. જેવી જ તાજગીથી બનેલી કોફીની સુગંધ શહેરમાં ફેલાય છે, સુરતની કોફી સંસ્કૃતિ એક નવા રોમાંચક અધ્યાયમાં પ્રવેશ કરી ચૂકી છે.