આવતાકાલ 2025 માટેનો ઉકેલ: યંગ ઇન્ડિયા સુરક્ષિત, વધુ સ્માર્ટ રીતે અને સમાવેશી ભારત માટે AIનો કેવી રીતે ઉપયોગ કરે છે

ભારત, 8 ડિસેમ્બર, 2025- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ભારતના ડિજીટલ પરિવર્તન – સુરક્ષા, ઍક્સેસિબિલીટી અને દૈનિક સશક્તતાનું હૃદય છે. આ પરિવર્તનને પ્રતિબિંબીત કરતા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (SFT) 2025એ IIT દિલ્હી સાથે મળીને ‘સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશ ભારત માટે AI’ની થીમ હેઠળ રિયલ વર્લ્ડ AI ઉકેલોની રચના કરવા માટે દેશભરમાં એક સાથે હજ્જારો વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા હતા.”
ચાલુ વર્ષની થીમ “AI for Safer, Smarter and Inclusive Bharat” (સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશી ભારત)ના મુખ્ય અંશો અહીં આપવામાં આવ્યા છે.
1.સામાજિક અસર પર કેન્દ્રિત થીમ
AI થીમે જાહેર સ્થળોએ સુરક્ષામાં વધારો કરતી, અંધજનો માટે ઍક્સેસિબિલીટીમાં સુધારો કરતી અને રિયલ ટાઇમ ઇમર્જન્સી પ્રતિભાવમાં વધારો કરતી ટેકનોલોજીની ડિઝાઇન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
2. ઇનોવેટર્સ અને તેમની સિદ્ધિઓ
ચક્રવ્યૂહ, એરર 404, પેસોનેટ પ્રોબ્લેમ સોલ્વર, પર્સિવિયા અને સિકેરિયો જેવી ટીમોએ AI સક્ષમથી સર્વેલેન્સ નેટવર્ક અને વિમેન્સ સુરક્ષા ઍપ્સથી લસ્માર્ટ એનર્જી મીટર્સ અને અંધજનો માટે વેરેબલ નેવિગેશન ડિવાઇસિસ સુધી ઉકેલો રજૂ કર્યા હતા.
ચક્રવ્યૂહ (ઉત્તર પ્રદેશ): સરહદો પર ઘૂસણખોરી પ્રવૃત્તિઓ પર ચેતવણીઓ મોકલવા માટે ડ્રોન-સક્ષમ AI મોનિટરિંગ સિસ્ટમ
ઍરર 404 (ઉત્તર પ્રદેશ): રીઅલ-ટાઇમ ફોલ ડિટેક્શન અને ER સાથે મહિલાઓ માટે AI-સંચાલિત સલામતી એપ્લિકેશન
પેશોનેટ પ્રોબ્લેમ સોલ્વર (દિલ્હી): AI-આધારિત એન્ક્રિપ્શન અને આગાહી ચેતવણીઓ સાથે વિકેન્દ્રિત સ્માર્ટ એનર્જી મીટર સિસ્ટમ
સિકેરિયો (દિલ્હી): અંધ લોકો માટે રીઅલ-ટાઇમ ફેસ રેકગ્નિશન અને ઑફલાઇન નેવિગેશન સપોર્ટ પ્રદાન કરતા AI ચશ્મા
3. થીમ વિજેતા: પર્સિવિયા
આ થીમ હેઠળની ટોચની ટીમ – બેંગલુરુના વિદ્યાર્થી તુષાર શોના નેતૃત્વ હેઠળ – પર્સેવિયાએ AI-સંચાલિત ચશ્મા બનાવ્યા જે ઑબ્જેક્ટ શોધ અને સ્થાન-આધારિત માર્ગદર્શન પૂરું પાડે છે, જે દૃષ્ટિહીન વપરાશકર્તાઓ માટે સુરક્ષિત અને વધુ સ્વતંત્ર ગતિશીલતાને સક્ષમ બનાવે છે..
4. AIથી આગળ રાષ્ટ્રીય વિજેતાઓ
SFT 2025ના અન્ય રાષ્ટ્રીય વિજેતાઓમાં શામેલ છે:
NextPlay.AI – AI સ્પોર્ટ્સ કોચિંગ પ્લેટફોર્મ
પેરાસ્પીક – ડીપ-લર્નિંગ સ્પીચ-ક્લેરિફિકેશન ડિવાઇસ
પૃથ્વી રક્ષક – ગેમિફાઇડ સસ્ટેનેબિલિટી એપ્લિકેશન
5. તે સપોર્ટ જે તેને શક્ય બનાવે છે
વિજેતાઓને IIT દિલ્હી ખાતે રૂ. 1 કરોડ સુધીનો ઇન્ક્યુબેશન સપોર્ટ મળ્યો હતો, જેમાં ટોચની ટીમો માટે વધારાના પુરસ્કારો, જેમાં રૂ. 1 લાખ ગ્રાન્ટ, ગુડવિલ એવોર્ડ્સ, યંગ ઇનોવેટર એવોર્ડ્સ અને ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.
6. ભવિષ્યમાં પરિવર્તન લાવનારાઓનું સર્જન કરતું પ્લેટફોર્મ
સહભાગીઓને FITT લેબ્સ, શિક્ષણ અને ઉદ્યોગના માર્ગદર્શકો અને સહાનુભૂતિ-સંચાલિત, જવાબદાર AI પર કેન્દ્રિત ડિઝાઇન-વિચાર તાલીમની ઍક્સેસ મળી હતી. 2010થી 68 દેશોમાં 2.9 મિલિયન યુવા ઇનોવેટર્સ કાર્યરત છે, SFT ભારતમાં સમસ્યાનું નિરાકરણ લાવનારાઓની આગામી પેઢીને આકાર આપવાનું ચાલુ રાખે છે.



