સામાજિક કાર્યકર સિદ્ધાર્થ દોશી દ્વારા ગણેશ ભક્તોને કેળાનું વિતરણ
સુરત : રાંદેર -પાલ વિસ્તારના સામાજિક કાર્યકર સિદ્ધાર્થ દોશી દ્વારા ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલમાં રાજહંસ એલીટા પાસે ગણેશ ભક્તોને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માહિતી આપતાં સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું કે, તે બપોરે મિત્ર ધવલ દોશી અને તેમના સ્ટાફ સાથે બેઠા હતા ત્યારે ગણેશ વિસર્જન યાત્રા માટે પાલ રોડથી હજીરા જતા ગણેશ ભક્તોને પ્રસાદ વહેંચવાનો વિચાર આવ્યો. બપોરના સમયે ખૂબ જ ગરમી હતી તેથી મિત્ર ધવલ દોશી અને સ્ટાફની મદદથી ગણેશ ભક્તોને કેળાનું વિતરણ કરવાનું નક્કી કરાયું હતું.
સુરત શહેરના ભાગલ રાજમાર્ગ પર મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, આથી વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારની મોટાભાગની ગણેશજીની મૂર્તિઓ હજીરાના દરિયામાં વિસર્જન કરવા માટેનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તેથી રાજહંસ એલિટા પાસે ગણેશ ભક્તોને કેળાનું વિતરણ કરવાનું નક્કી કરાયું હતું. બપોરે 4 કલાક દરમિયાન 25 હજારથી વધુ કેળાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં હજી વધુ 25 હજાર કેળાનું વિતરણ કરવાની યોજના છે.
અમારું ગ્રુપ આખું વર્ષ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતું રહે છે. આ ગ્રૂપ હર ઘર તિરંગા અભિયાન, G20 ઇવેન્ટની જાગૃતિ સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગણેશ વિસર્જન નિમિત્તે શહેરવાસીઓને સંદેશો આપતાં સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, સુરતના લોકોએ આવી જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવી જોઈએ.
માહિતી આપતાં ગલેમંડીનાં રહેવાસી વધુમાં તેમના મિત્ર એ જણાવ્યું હતું કે હું સિદ્ધાર્થભાઈનો મિત્ર છું અને સામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા છીએ. ગણેશ વિસર્જન પર ગણેશ ભક્તોને પ્રસાદ વહેંચવાનો વિચાર આવ્યો અને સવાર થી અત્યાર સુધીમાં 25 હજાર કેળાની વ્યવસ્થા કરીને તેઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. શહેરવાસીઓએ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી સૌને ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી.