એજ્યુકેશન
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો
સુરતઃ શ્રીમતી સાવિત્રિબાઈ ફૂલે કન્યા શાળા નંબર 47, ઈશ્વરપુરા, નવાગામ, સુરત ખાતે તારીખ 31/ 12/ 2022 ના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું ઉદઘાટન શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન ભુવા તેમજ શાળાના વાલીઓ દ્વારા કરવામાં આવ્યુ.
કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યો, ગીતો, વકૃત્વ, નાટકો નું પ્રદર્શન કર્યું. શાળાના સૌ શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને કૃતિઓની રચનામાં સક્રિય ભાગ ભજવ્યો. અને શાળાના મુખ્ય શિક્ષક શ્રી આનંદ પાટીલે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું.