પ્રથમવાર સુરત શહેરમાં શ્રી પંડોખર સરકારનો ભવ્ય દરબાર યોજાશે

સુરતઃ સનાતન સેવા ન્યાસ દ્વારા ( પરમ પૂજ્ય ગુરુદેવ અનંત શ્રી વિભૂષિત શ્રી ગુરુચરણજી મહારાજ) શ્રી પંડોખર સરકાર ત્રિકાલદશી મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21મી થી લઈને 23’મી ઓક્ટોબર સુધી સવારે 10:00 વાગે થી બપોરના 3:00 વાગ્યા સુધી ડુમસ રોડ ખાતે આવેલ અગ્ર એગ્ઝોટીકેટના બેન્કેટ હોલમાં આ ભવ્ય દરબાર થશે સાથે ભવ્ય દરબાર ના પૂર્વ દિવસે એટલે 20મી ઓક્ટોબરના રોજ ભવ્ય શ્રી પંડોખર સરકાર નું સ્વાગત એક ભવ્ય રેલી થકી કરવામાં આવશે.
આયોજન કરતાઓમાં મનપા ના પૂર્વ ઉપ મેયર ધીરુભાઈ સવાની , પ્રવીણભાઈ ગજેરા, ભાવેશભાઈ માંગુકિયા અને જયમીશ પટેલ(બોમ્બેવાલા)ના સહયોગથી આ આયોજન સનાતન સેવા ન્યાસ ના સંસ્થાપક શ્રી શિવઓમ મિશ્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે.લોકો અને ભક્તો સનાતન ધર્મ વિશે જાગૃત થાય તેમજ સુરત શહેરના યુવા પેઢીને પણ હિન્દુ ધર્મ ,સનાતન ધર્મ વિશે પ્રેરિત થાય તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પંડોખર મહારાજ જે તેમના ભક્તો નો ભૂત ,વર્તમાન અને ભવિષ્યના જણાવતા છે અને તેના પ્રશ્નનો પણ નિવારણ ખાતરી સાથે આપતા છે અને તેમના લાખો ભક્તો તેમના નિવારણ ને ચમત્કાર માની તેમના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં હાજર રહેતા હોય છે. સુરત શહેરમાં પણ વસતા તેમના ભક્તો ની આશા મુજબ પ્રથમવાર સુરત શહેરમાં તેમનું ભવ્ય દરબાર યોજાશે.જેમાં હજારો ની સંખ્યા માં લોકો હાજર રહેશે.