ધર્મ દર્શનસુરત
નૂતન વર્ષનો આરંભ સેવાકીય પ્રવૃતિ સાથે કરતું શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ

સુરતઃ રોજિંદા હજારો ગરીબ જરૂરત મંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ. પૂ આચાર્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા પ્રેરિત શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ પબ્લિક ટ્રસ્ટ શ્રી મહાવીર અન્ય ક્ષેત્ર ગોપીપુરા સુરત નુતન વર્ષનો આરંભ પણ સેવાકીય પ્રવૃતિ સાથે કરી માનવતાની જ્યોત પ્રજલિત કરી.
નવા વર્ષના દિવસે ગરીબોને દરેક સેન્ટર પર મિષ્ટાન સાથે ભોજન તેમજ દીપાવલી પર્વને અનુલક્ષીને મિષ્ટાનમાં સુતરફેની ફાફડા ઘુઘરા તેમજ મઠીયા પીરસવામાં આવશે તેમજ ગોપીપુરા સેન્ટરમાં નવા વર્ષના મંગલ સ્વરૂપે દરેક ભિક્ષુકોને ભોજન સાથે સુંદર મજાની કીટ અર્પણ થશે. જેમાં ટોપી સુગંધી તેલ કાસકી, પેસ્ટ, ટુવાલ નેપકીન વગેરે ના સમાવેશ થશે.