પોલીસને જોઈ જુગારીઓ ભાગી છૂટતા માત્ર ચાર જુગારી ઝડપાયા
આંકડાનો જુગાર લખતા સાત રાઇટર સહિત કુલ 12 ઝડપાયા, સંચાલક ફરાર
સુરતના વધુ એક વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો માર્યો છે. સિંગણપોર પોલીસ મથકની હદમાં ડભોલી ગામ હળપતિવાસની ખુલ્લી જગ્યામાં એક મહિનાથી ધમધમતા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુરુવારે સાંજે છાપો માર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ચાર જુગારી, આંકડાનો જુગાર લખતા સાત રાઇટર, રાઇટર પાસેથી પૈસા ઉઘરાવતા આધેડ સહિત કુલ 12 ને ઝડપી પાડી રોકડા રૂ.16,900, 7 મોબાઈલ ફોન, બાઈક-રીક્ષા મળી કુલ રૂ.99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે ડભોલી ગામ હળપતિવાસની ખુલ્લી જગ્યામાં ધમધમતા વરલી મટકાના જુગારધામમાં છાપો માર્યો હતો. પોલીસને જોઈ ત્યાં વરલી મટકાનો જુગાર રમનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ચાર જુગારી ઐયુબ તૈયબભાઇ મેમણ, ગજાનંદ શ્યામરાવ ઇરશીદ, આકાશભરતભાઇ ભોજને, તુષાર કાંતીભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં વરલી મટકાનો આંક લખવા રાઇટર તરીકે નોકરી કરતા દિલીપ ચિંતામન ઠાકરે, ઐયુબભાઈ દાઉદભાઇ પટેલ, અનિલભાઇ ઇશ્વરભાઇ પટેલ, અનિલસંતોષભાઇ મરાઠે, દિપકભાઇ નારાયણભાઇ પોલેકર, પ્રવિણચંન્દ્ર છોટાલાલ રાણા અને હિતેશ વિનોદભાઇ નીકમ તેમજ રાઈટરો પાસેથી પૈસા ઉઘરાવતા દિલીપભાઇ પન્નાલાલ દાણેજને પણ ઝડપી લીધા હતા.