સેબીના ચેરપર્સને રોકાણકારો માટે સરળ ટ્રેડિંગ ઉપલબ્ધ કરાવવા સીડીએસએલની બહુભાષી પહેલ શરૂ કરી

સુરત: એશિયાની પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા બે યુનિક બહુભાષી પહેલ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે.
આ પહેલ સેબીના ચેરપર્સન શ્રીમતિ માધબીપુરી બુચ દ્વારા યોજાયેલા સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં લોન્ચ કરવામાં આવી હતી. સીડીએસએલએ સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા છે.
સિલ્વર જ્યુબિલી ઈવેન્ટમાં સીડીએસએલના એમડી અને સીઈઓ શ્રી નેહલ વોરાએ જણાવ્યું હતું કે,“અમે અમારી અદભુત સફરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે સેબીના ચેરપર્સન દ્વારા CDSLની મહત્ત્વપૂર્ણ પહેલો શરૂ કરી તેને અમલી બનાવવુ એ અમારા માટે ગર્વની વાત છે.
બહુભાષી CAS સાથે સશક્તિકરણ:CDSL એ ઈન્વેસ્ટરCASમાં ક્રાંતિકારી અપગ્રેડેશનકર્યું છે, જે રોકાણકારોને દેશની 23 વૈવિધ્યસભર ભાષાઓમાંથી પોતાની પસંદગીની ભાષામાં નિવેદનો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. આ ‘આપકા CAS – આપકી ઝુબાની’પહેલ એ સરળ સુલભતા પ્રદાન કરે છે, જે રોકાણકારોને તેમની પસંદગીની ભાષામાં ડીમેટ ખાતામાં રાખવામાં આવેલી તેમની સિક્યોરિટીઝ વિશે માહિતી પ્રદાન કરે છે.
કોમ્યુનિકેશન્સના પડકારોને દૂર કરતાં સીડીએસએલ બડી સહાયતા 24*7′ ચેટબોટઃસીડીએસએલની વેબસાઈટ પર આ યુનિક બહુભાષી ચેટબોટ સીડીએસએલ સહાયતા 24*7’નો હેતુ રોકાણકારોને ટ્રેડિંગ મામલે આત્મનિર્ભર બનાવવાનો છે. આ ચેટબોટ હાલ ચાર ભાષામાં સહાયતા પ્રદાન કરતાં રોકાણકારનો નિરંતર સાથી બન્યો છે. જે અમારા સિક્યુરિટી માર્કેટની ઝીણવટપૂર્વક માહિતી રજૂ કરતાં રોકાણકારોને ચોવીસ કલાક સહાયતા પ્રદાન કરે છે.