સ્ક્રીન એવોર્ડ્સ 2025 –યુટ્યૂબ પર ડિજિટલ-ફર્સ્ટ થનારું એક સાંસ્કૃતિક સીમાચિહ્ન

સુરત: ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સિનેમા અને સ્ટોરીટેલિંગની ભારતની સૌથી આઇકોનિક ઉજવણીઓ પૈકીની એક એવા સ્ક્રીન એવોર્ડ્સ 2025ને યુટ્યૂબ પર રજૂઆતની નવેસરથી કલ્પનાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.
આ કંઈ વધુ એક એવોર્ડ્સ શૉ નથી. સ્ક્રીન એવોર્ડ્સ 2025 સંપાદકીય વિશ્વસનીયતા, સાંસ્કૃતિક વારસો અને ડિજિટલ પહોંચનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના જર્નાલિઝમ-ફર્સ્ટ સિદ્ધાંતો દ્વારા સમર્થિત આ એવોર્ડ્સ પ્રમાણિકતા અને મેરિટ પર આધારિત છે. વિજેતાઓને સ્ક્રીન એકેડમી દ્વારા પસંદ કરવામાં આવે છે જે સાચી ઉત્કૃષ્ટતાને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ જાણીતા ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને સાંસ્કૃતિક હસ્તીઓની સ્વતંત્ર, બિન-નફાકારી સંસ્થા છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે આ એવોર્ડ એ ભાવનાને સન્માનિત કરશે અને ભારતના સૌથી બોલ્ડ, સૌથી ઓરિજિનલ વોઇસ પર પ્રકાશ પાડશે. આ સાહસમાં યુટ્યૂબે અમારા જેટલો જ ઉત્સાહ દર્શાવ્યો તેનાથી અમે રોમાંચિત છીએ.
આ સહયોગ વિશે વાત કરતાયુટ્યૂબના મેનેજિંગ ડિરેક્ટર – ઈન્ડિયા, ગુંજન સોનીએ જણાવ્યું હતું કેઅમે સ્ક્રીન એવોર્ડ્સનું ડિજિટલ હોમ બનતા આનંદ અનુભવીએ છીએ, અને અમે તેમને સિનેમાની સૌથી મોટી રાત્રિઓમાંની એકનો અનુભવ કરવા માટે ઉત્સાહિત છીએ.
આ જાહેરાતમાં ઉમેરો કરતા સ્ક્રીન એવોર્ડ્સના ક્યુરેટર પ્રિયંકા સિંહા ઝાએ જણાવ્યું હતું કે ધ સ્ક્રીન એકેડેમીની શરૂઆત અને યુટ્યૂબ સાથેની અમારી ભાગીદારી સાથે, અમે ભારત માટે વધુ એક પહેલું પગલું ભરી રહ્યા છીએ અને તે છે દેશના સૌથી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત એવોર્ડ્સ રજૂ કરવા માટે અમારી પ્રતિષ્ઠા પર નિર્માણ, જે અનન્ય મનોરંજન સાથે રજૂ કરવામાં આવે છે.