બિઝનેસ

સુરતના ચિખલામાં એસબીઆઈ લાઇફે સ્તન કેન્સર જાગૃતતા કાર્યક્રમ થેન્કસ અ ડોટ’ વિસ્તાર્યો

સુરત : એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે તેનીથેન્કસ અ ડોટ’ પહેલ હેઠળ સુરતના તાપી જિલ્લામાં ચિખલા (ડાંગ)માં રહેતી ગ્રામીણ મહિલાઓમાં સ્વ-સ્તન પરિક્ષણના મહત્વ અંગે જાગૃતતા ઊભી કરવા અને શિક્ષણ આપવા માટે સ્તન કેન્સર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ સાથેના સહયોગાત્મક પ્રયાસ દ્વારા આ પહેલનો ઉદ્દેશ સ્વ-સ્તન પરિક્ષણ માટે નવીનત અને સરળતાથી વાપરી શકાય તેવા ટૂલ સાથે ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવીને વર્તણૂંકમાં પરિવર્તન લાવવાનો હતો. 100થી વધુ ગ્રામીણ મહિલાઓએ આ જાગૃતતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેઓ રોજિંદા વેતન મેળવતી મહિલાઓ અને નાના સ્તરની ખેડૂતો હતી.

એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના રિજનલ ડિરેક્ટર-અમદાવાદ  અમિત કુમાર સાહાએ યુનિવર્સલ હોસ્પિટલના ઓન્કોલોજીસ્ટ મૃદાલ પટેલ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટના સભ્યો સાથે ગ્રામીણ સમુદાયની મહિલાઓને સંબોધી હતી અને નવીનતમ થેન્કસ અ ડોટ’ હોટ વોટર બેગનું વિતરણ કર્યું હતું.

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને મહત્વના હેલ્થકેર સંસાધનો મેળવવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આ નવીનતમ થેન્કસ અ ડોટ’ હોટ વોટર બેગને નવું સ્વરૂપ આપે છે જેનો ઉપયોગ દેશભરની મહિલાઓ માસિક સ્ત્રાવની પીડાના ઉપચાર તરીકે સૌથી વધુ કરવામાં આવે છે. સ્તન કેન્સર એ મહિલાઓની એકંદરે સુખાકારીને અસર કરતા અનેક આરોગ્યના મુદ્દાઓ પૈકીનો એક છે. ચિંતાજનક બાબત એ છે કે 60 ટકા સ્તન કેન્સરના કેસો પાછલા તબક્કામાં નોંધાય છે જે વહેલા પરિક્ષણ માટે તાતી જરૂરિયાતને સૂચવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button