સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ A11 રજૂ કરે છેઃ રોજબરોજના ઉપયોગ માટે સ્લીક અને રિફાઈન્ડ ટેબ્લેટ

ગુરુગ્રામ, ભારત- 4 ડિસેમ્બર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેકસી ટેબ A11 રજૂ કર્યું, જે ટેબ્લેટ વિવિધ વયજૂથના ઉપભોક્તાઓ માટે રોમાંચક મનોરંજન, આસાન કામગીરી અને વર્સેટાલિટીને એકત્ર લાવે છે.
ગેલેક્સી ટેબ A11 8.7″ ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ છે, જે તમને વેબ બ્રાઉઝ કરવાનું હોય, સોશિયલ મિડિયા પર કેચ અપ કરવાનું હોય કે તમારા ફેવરીટ શો સ્ટ્રીમ કરવાના હોય, કોઈ પણ પ્રકાશની સ્થિતિમાં બેજોડ વ્યુઈંગ અને સ્મૂધ સ્ક્રોલિંગ અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી ટેબ A11માં ડોલ્બી- એન્જિનિયર્ડ ડ્યુઅલ સ્પીકર્સ છે, જે મુવીઝ, મ્યુઝિક કે વિડિયો કોલ્સ માટે પરફેક્ટ સમૃદ્ધ, મલ્ટીડાયમેન્શનલ ઓડિયો પ્રદાન કરે છે.
6nm- આધારિત ઓક્ટા- કોર પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી ટેબ A11 ઝડપી અને પાવર કાર્યક્ષમ પરફોર્મન્સ આપે છે, જે આસાન મલ્ટીટાસ્કિંગ માટે આદર્શ છે. તેમાં 5100mAh બેટરી પેક છે,સ જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિંજ- વોચિંગનાં લાંબાં સત્રોને ટેકો આપે છે.
ગેલેક્સી ટેબ A11 વધુ શાર્પ, સાફ વિડિયો કોલ્સ માટે 5MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તમે પરિવાર સાથે કેચિંગ અપ કરવા માગતા હોય કે તમારી ટીમ સાથે જોડાણ કરવાનું હોય બહેતર ક્લેરિટી દરેક એક્સપ્રેશનને જીવન જેવી બારીકાઈ જોવાની અનુકૂળતા આપે છે.
ક્લાસિક ગ્રે અને સિલ્વરમાં ઉપલબ્ધ ગેલેક્સી ટેબ A11 8GB સુધી મેમરી આપે છે, જે ઝડપી અને આસાન મલ્ટીટાસ્કિંગ અભિમુખ બનાવે છે. તે 128GB સ્ટોરેજ સાથે આવે છે, જે વિશાળ ફાઈલ્સ માટે ભરપૂર જગ્યા પૂરી પાડે છે. ઉપરાંત ઉપભોક્તચાઓ સ્ટોરેજને microSD કાર્ડ સાથે 2 TB સુધી સ્ટોરેજ વિસ્તારી શકે છે.
ગેલેક્સી ટેબ A11 Samsung.com, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.



