સેમસંગ ભારતમાં 2025 બીસ્પોક AI એપ્લાયન્સીસ રજૂઃ ઈનોવેટિવ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોનું પદાર્પણ

ગુરુગ્રામ, ભારત, 26 જૂન, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ચાર અજોડ ગ્રાહક લાભો પર નિર્મિત તેની 2025 બીસ્પોક AI એપ્લાયન્સ લાઈનઅપ રજૂ કરી છે, જેમાં AI સાથે તમારું જીવન સમૃદ્ધ અને આસાન બનાવવા માટે ઈઝી, કેર, સેવ અને સિક્યોરનો સમાવેશ થાય છે. આ અનુભવો સેમસંગના નવા AI હોમ સ્ક્રીન ઈન્ટરફેસ ટુ-વે નેચરલ કમ્યુનિકેશન સાથે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, સેમસંગ નોક્સ સિક્યુરિટી અને સહજ સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી સાથે આવે છે, જે આધુનિક ભારતીય પરિવારો માટે અત્યંત પર્સનલાઈઝ્ડ, ઊર્જા કાર્યક્ષમ અને સંરક્ષિત સ્માર્ટ હોમ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
બીસ્પોક AI લાઈન-અપ ગ્રાહકોને સીધો લાભ કરાવતાં ચાર મુખ્ય મૂલ્યોથી પ્રેરિત છે, જેમાં ઈઝી, સેવ, કેર અને સિક્યોરનો સમાવેશ થાય છે
.“અમને ભારતમાં 2025 બીસ્પોક AI ડિજિટલ એપ્લાયન્સીસ લાવવામાં ગૌરવની લાગણી થાય છે, જ્યાં ઈનોવેશનનું મિલન હેતુ સાથે છે. આ ફક્ત સ્માર્ટ એપ્લાયન્સીસ નથી. તે ભારતીય ઘરો માટે નિર્મિત જ્ઞાનાકાર સાથી છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
“અમને વિશ્વાસ છે કે અમારાં બીસ્પોક AI એરપ્લાયન્સીસ આધુનિક ભારતીય પરિવારોમાં ક્રાંતિ લાવે છે, જેથી ગ્રાહકો આસામ સ્માર્ટ હોમ લિવિંગનો આરામ અનુભવી શકે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.
નવા લોન્ચની સ્ટાર બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો ઓલ-ઈન-વન છે, જે જગ્યા બચાવે છે, અલ્ટ્રા- કેપેસિટીનું ઓલ-ઈન-વન વોશિંગ મશીન છે, જે સહજ રીતે એક યુનિટમાં વોશિંગ અને ડ્રાઈંગને જોડે છે. તે મશીન્સ વચ્ચે કપડાં ટ્રાન્સફર કરવાની ઝંઝટ નાબૂદ કરે છે, જે ઉપભોક્તાઓનો સમય બચાવે છે એ વોશ ચક્રો પછી ગંધ ફરવાનું નિવારે છે. AI વોશ એન્ડ ડ્રાય દ્વારા પાવર્ડ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો દરેક લોડ માટે લોન્ડ્રીનું વજન, ફેબ્રિકનો પ્રકાર અને સોઈલની સપાટીને ભાંખીને આપોઆપ પાણી, ડિટરજન્ટ, ધુલાઈનો સમય અને સુકાવાની સ્થિતિઓને સમાયોજિત કરે છે. આથી અનુમાન લગાવ્યા વિના મહત્તમ ધુલાઈ કામગીરી અને પર્સનલાઈઝ્ડ લોન્ડ્રી અનુભવની ખાતરી થાય છે.