સેમસંગ ટીવી પ્લસે તેની ચેનલ ઓફરોને વિસ્તારીઃ ગ્રાહકો માટે આજ તક એચડી અને ધ લલ્લનટોપનું પદાર્પણ
ગુરુગ્રામ, 29 ઓગસ્ટ, 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા આજ તક એચડી અને લલ્લનટોપ તેના પોર્ટફોલિયો પર લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સેમસંગ ટીવી પ્લસ અને ટીવી ટુડે નેટવર્કની ભાગીદારી ઉચ્ચ ગુણવત્તાના પ્રોગ્રામિંગ અને વધતી કનેક્ટેડ દુનિયામાં દર્શકોની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
ટીવી ટુડે નેટવર્કસની ફાસ્ટ ચેનલ લલ્લનટોપ અને આજ તક એચડીની ઓફર સાથે ઘરમાં સૌથી મોટા પડદા પર રોમાચંક અને પ્રીમિયમ ફ્રી કન્ટેન્ટ માટે દર્શકોની જરૂરતોને પહોંચી વળશે. ભારતમાં વધુ ને વધુ પરિવારો ઈન્ટરનેટ આધારિત સ્માર્ટ ટીવી વિકલ્પો અપનાવતા હોવાથી કનેક્ટેડ ટીવીનું મૂળ સતત વધી રહ્યું છે.
“અમે સેમસંગ ટીવી પ્લસ મંચ પર અમારા દર્શકો અને જાહેરાતદાતાઓને અસમાંતર પહોંચ અને ઉત્તમ મૂલ્ય લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજ તક એચડી અને ધ લલ્લનટોપ ચેનલોનો ઉમેરો વેપાર, રાજકારણ, મનોરંજન અને ઘણું બધું સાથે નવીનતમ સમાચારોને વધુ પહોંચ પૂરી પાડે છે. ટીવી ટુડે નેટવર્ક સાથે આ ભાગીદારી તે કટિબદ્ધતાનો દાખલો છે,” એમ સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયાના પાર્ટનરશિપ્સના હેડ કુનાલ મહેતાએ જણાવ્યું હતું.
“અમે સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા પર અમારી બે નવી ફાસ્ટ ચેનલો રજૂ કરવાની ઘોષણા કરવા રોમાંચિત છીએ. આ ભાગીદારી અમારે માટે નોંધપાત્ર માઈલસ્ટોન આલેખિત કરે છે, કારણ કે તે અમને અમારી વૈવિધ્યપૂર્ણ અને રોચક કન્ટેન્ટ એક સૌથી લોકપ્રિય અને ઈનોવેટિવ સ્માર્ટ ટીવી મંચ થકી વ્યાપક દર્શકો માટે લાવવા અનુકૂળતા આપે છે. કનેક્ટેડ ટીવી દર્શકો માટે ઉપલબ્ધ અનેક વિકલ્પો સાથે આ જોડાણ અમને અમારા દર્શકો વધારવા અને નવી ટેકનોલોજીઓ અપનાવવા સાથે તેમને સહભાગી કરવાની અનુકૂળતા આપે છે, જેથી અમારી કેન્ટેન્ટ વિવિધ વ્યુઈંગ ઈકોસિસ્ટમ્સમાં પહોંચક્ષમ રહે તેની ખાતરી રાખશે,” એમ ટીવીટીએનના ડિજિટલ બિઝનેસના સીઈઓ સલિલ કુમારે જણાવ્યું હતું.
સેમસંગ ટીવી પ્લસે 100થી વધુ ફાસ્ટ લાઈવ ચેનલો અને હજારો ઓન-ડિમાન્ડ મુવીઝ અને ટીવી શો ભારતમાં લાખ્ખો ઉપભોક્તાઓને તદ્દન નિઃશુલ્ક પૂરી પાડી છે.