બિઝનેસ

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે

ગુરુગ્રામ, ભારત : ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ પર ચાર નવી ફાસ્ટ ચેનલ સુપરહિટ બીટ્સ, કાનફોડ મ્યુઝિક, ફુલ્લી ફાલ્ટૂ અને કલર્સ ઈન્ફિનિટી લાઈટ રજૂ કરવા માટે વાયાકોમ18 સાથે જોડાણ કર્યું છે.

સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે, જે ન્યૂઝ, સ્પોર્ટસ, એન્ટરટેઈનમેન્ટ અને વધુ સહિત ચેનલોની વ્યાપક શ્રેણી ચુનંદા દેશોમાં ઓફર કરે છે. ભારતમાં સેમસંગ ટીવી પ્લસ દર્શકોને 100 લાઈવ ટીવી ચેનલો અને હજારો મુવીઝ અને શોઝને લાઈવ અને ઓન-ડિમાન્ડ પહોંચ આપે છે.

“અમને સેમસંગ ટીવી પ્લસ પ્લેટફોર્મ પર ભાગીદાર તરીકે વાયાકોમ18નું સ્વાગત કરવાની બેહદ ખુશી છે. અમે ભારતમાં અમારા દર્શકોની અગ્રતાઓ અને વ્યુઈંગ આદતો સાથે સુમેળ સાધતા વિવિધ કન્ટેન્ટ વિકલ્પો લાવવા કટિબદ્ધ છીએ. આ નવી ઓફર સેમસંગ ટીવી પ્લસ પર મનોરંજનના વિકલ્પો વધારવા સાથે અમારા ઉપભોક્તાઓ માટે પૈસા વસૂલ મૂલ્ય અને પ્રકાર પૂરા પાડવાની અમારી સમર્પિતતા પણ દર્શાવે છે,’’ એમ સેમસંગ ટીવી પ્લસ ઈડિયાના પાર્ટનરશિપ્સના હેડ કુનાલ મહેતાએ જણાવ્યું હતું.

વાયાકોમ18ની ગતિશીલ કન્ટેન્ટ ઓફર દર્શકોને અસમાંતર મનોરંજન અનુભવ પૂરો પાડશે. સુપરહિટ બીટ્સ સંગીતના શોખીનો માટે પ્રાઈમ ડેસ્ટિનેશન છે, જે નવીનતમ હિટ્સ અને સમકાલીન ફેવરીટ્સ લાવે છે. કાનફોડ મ્યુઝિક વિવિધ રુચિઓને પહોંચી વળતાં સંગીતનું સ્વર્ણિમ સંમિશ્રણ લાવે છે, ફુલ્લી ફાલ્ટૂનું લક્ષ્ય તેની ધારદાર અને તાજગીપૂર્ણ કન્ટેન્ટ સાથે યુવાનોને રોમાંચિત કરવાનું છે, જ્યારે કલર્સ ઈન્ફિનિટી લાઈટ ટોચના આંતરરાષ્ટ્રીય શોઝ અને મુવીઝ સાથે પ્રીમિયમ અંગ્રેજી મનોરંજન પ્રદાન કરશે.

“સેમસંગ ટીવી પ્લસ સાથે આ જોડાણ અમે મનોરંજન જે રીતે પ્રદાન કરીએ છીએ તેને નવો આકાર આપવામાં વાયાકોમ18 માટે મોટું પગલું છે. તે દર્શકોને સ્વર્ણિમ અને અવ્વલ કન્ટેન્ટ પૂરી પાડશે. અમે દર્શકોને સૌથી સુવિધાજનક લાગે તે રીતે રોમાંચક, ઈન્ટરએક્ટિવ અનુભવ નિર્માણ કરવા કેન્દ્રિત છીએ,’’ એમ વાયારોમ18ના યુથ, મ્યુઝિક અને ઈન્ગ્લિશ એન્ટરટેઈનમેન્ટ ક્લસ્ટરના મ્યુઝિક હેડ અંશુલ આઈલાવાડીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button