સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર
ટોચની 40 ટીમોને રૂ. 8 લાખનો પુરસ્કાર, જ્યારે દરેક ટીમ સભ્યને સેમસંગ લેપટોપ મળશે

ગુરુગ્રામ, ભારત, 12 ઓગસ્ટ, 2025- રાષ્ટ્રની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે યુવાનો માટેની તેની રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની ચોથી આવૃત્તિ માટે 40 સેમી- ફાઈનલિસ્ટોની ટીમની રાષ્ટ્રીય શોર્ટલિસ્ટ જાહેર કરી છે. આ ટીમો હવે સ્પર્ધાના આગામી તબક્કામાં પહોંચી છે, જ્યાં તેમને સામાજિક પ્રભાવ માટે તેમના આઈડિયાને વધુ વિકસાવવા માટે મેન્ટોરશિપ, પ્રોટોટાઈપિંગ સપોર્ટ અને ઈનોવેશન મંચોને પહોંચ મળશે.
આ વર્ષના સેમી- ફાઈનલિસ્ટો ભૌગોલિક રીતે અત્યંત વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ચાચર (આસામ), બાગપત (ઉત્તર પ્રદેશ), મહેબૂબનગર (તેલંગાણા), દુર્ગ (છત્તીસગઢ) અને સુંદરગઢ (ઓડિશા) જેવા અંતરિયાળ પ્રદેશો સહિત 15 ભારતીય રાજ્યો સહિતના સહભાગીઓનો સમાવેશ થાય છે. પ્રોગ્રામે દેશભરના યુવા ચેન્જમેકર્સને ટેકનોલોજી અને ઈનોવેશનની શક્તિ થકી અસલ દુનિયાના પડકારો સાથે અભિમુખ બનાવવા માટે ભાર આપવાનું ચાલુ રાખ્યું છે.
સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની 2025ની આવૃત્તિ ચાર મુખ્ય થીમો હેઠળ એન્ટ્રી મગાવે છેઃ
સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશક ભારત માટે AI.
ભારતમાં સ્વાસ્થ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય.
શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટસ અને ટેકનોલોજી થકી સામાજિક પરિવર્તન.
ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા.
શોર્ટલિસ્ટ કરાયેલા આઈડિયા ભારતીય સમાજની ઉત્ક્રાંતિ પામતી અગ્રતાઓ પ્રદર્શિત કરે છે, જેમાં વાયુની ગુણવત્તાની દેખરેખ માટે AI-પ્રેરિત ટૂલ્સ, જૈવવૈવિધ્યતાનું સંવર્ધન અને સ્વચ્છ પાણીને પહોંચથી લઈને ખાદ્યનો કચરો અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે સ્માર્ટ સમાધાનનો સમાવેશ થાય છે. અન્ય ઈનોવેશન્સમાં વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ગેમિફાઈડ લર્નિંગ, પર્સનલાઈઝ્ડ કોચિંગ એપ્સ અને ઓટીઝમ સાથેના બાળકો માટે સ્પોર્ટસ- પ્રેરિત મધ્યસ્થીનો સમાવેશ થાય છે. આરોગ્ય અને સંશોધનના ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ ઈન્ટેલિજન્ટ ડેટા સ્ક્રેપિંગ થકી ટેક્નિકલ સંશોધન સરળ બનાવવા માટે ફેફસાના કેન્સરનું વહેલું નિદાન અને માનસિક સુખાકારી ટૂલ્સ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
“અમને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની ટોચની 40 સેમી- ફાઈનલિસ્ટ ટીમોની ઘોષણા કરવાની બેહદ ખુશી છે. ટિયર 2, ટિયર 3 શહેરો અને અંતરિયાળ પ્રદેશોના સહિત આ યુવા ઈનોવેટર્સ અસલ સામાજિક પડકારોનો ઉકેલ લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના આઈડિયા અર્થપૂર્ણ પરિવર્તન પ્રેરિત કરવા ભારતના યુવાનોની અતુલનીય સંભાવના પ્રદર્શિત કરે છે. તેઓ આગામી તબક્કામાં જઈ રહ્યા છીએ ત્યારે અમે વધુ સ્માર્ટ, વધુ સમાવેશક ભારત માટે અસલ દુનિયાના પ્રભાવમાં તેમના આઈડિયાને ફેરવવા માટે મેન્ટોરશિપ, સંસાધનો અને મંચ સાથે તેમને ટેકો આપવા કટિબદ્ધ રહ્યા છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
“અમને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવાનું ગૌરવજનક લાગે છે. આ વર્ષનો અભિગમ પ્રાદેશિક પ્રતિનિધિત્વ પર કેન્દ્રિત છે અને શોર્ટલિસ્ટ આઈડિયાની શ્રેણી અને ઊંડાણથી તે સ્પષ્ટ પ્રદર્શિત થાય છે. આ યુવા ઈનોવેટર્સ ભારતની ભાવિ સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમને આકાર આપવાની સંભાવના ધરાવે છે,’’ એમ એફઆઈટીટી- આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું.