સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ
ગુરુગ્રામ, 6 સપ્ટેમ્બર, 2024: સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024ની 10 ટોપ ટીમોની ઘોષણા કરી હતી. ટોપ 10 ટીમો હવે ગ્રાન્ડ ફિનાલેમાં જશે, જ્યાં તેઓ તેમના યુનિક આઈડિયાઝ સેમસંગના આગેવાનો અને અન્ય મુખ્ય ઉદ્યોગના આગેવાનોનો સમાવેશ ધરાવતી પ્રતિષ્ઠિત જ્યુરી સમક્ષ પ્રસ્તુત કરશે. પસંદ કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ પ્રદેશમાંથી આવી છે, જેમાં આસામમાં ગોલાઘાટંદ કામરૂપ ગ્રામીણ, રાજસ્થાનમાં ઝાલાવાર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરનો સમાવેશ થાય છે, જે પ્રોગ્રામની ઊંડી પ્રાદેશિક પહોંચ આલેખિત કરે છે.
આ ફાઈનલિસ્ટો સઘન પસંદગી પ્રક્રિયા હેઠળ પસાર થયા હતા, જેમાં સેમસંગના જ્યુરી સભ્યો સામે પિચ પ્રસ્તુતિકરણના ઘણા બધા રાઉન્ડ્સ અને સેમસંગ તથા ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઈઆઈટી દિલ્હીના નિષ્ણાતો દ્વારા મેન્ટરિંગ સત્રોનો સમાવેશ થતો હતો. રિવોર્ડ તરીકે આ દરેક 20 ટીમોને પ્રોટોટાઈપ વિકસાવવા માટે રૂ. 20,000ની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત યુથ ટ્રેકમાંથી પસંદ કરાયેલી ટીમોને સેમસંગ ગેલેક્સી લેપટોપ પ્રાપ્ત થયા હતા, જ્યારે સ્કૂલ ટ્રેકની ટીમોને ગેલેક્સી ટેબ્સ પ્રાપ્ત થયાં હતાં.
પ્રોગ્રામની 3જી આવૃત્તિમાં વિદ્યાર્થીઓએ બે આકર્ષક થીમો હેઠળ તેમના આઈડિયા સુપરત કર્યા હતા, જેમાં કમ્યુનિટી એન્ડ ઈન્ક્લિઝન તથા એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે. બે વ્યાપક થીમો હેઠળ મોટા ભાગના આઈડિયા મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સંસાધનને પહોંચ, પ્રયોગાત્મક અભ્યાસમાં પડકારો, ડિજિટલ સાક્ષરતા, જળ સંવર્ધન અને આર્સેનિક પ્રદૂષણ જેવા મુખ્ય મુદ્દાઓ નાથવા પર કેન્દ્રિત હતા.
ટીમોએ ઈનોવેશન વોકમાં પણ ભાગ લીધો હતો, જે વિદ્યાર્થીઓને મેન્ટરિંગ, એક્સપર્ટ સત્રો અને એક્સપોઝર પૂરું પાડવા માટે તૈયાર કરાયું હતું. તે બેન્ગલુરુ અને નોઈડામાં સેમસંગ આરએન્ડડી સેન્ટર્સ તેમ જ ગુરુગ્રામમાં પ્રાદેશિક વડામથક સહિત વિવિધ સેમસંગનાં કાર્યાલયોમાં યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પ્રોડક્ટ વિકાસ પ્રક્રિયામાં ઈનસાઈટ્સ આપવામાં સક્રિય સત્રોમાં ભાગ લીધો હતો, જેનાથી તેમના આઈડિયાઝ સુધારવામાં તેમને મદદ પણ મળી હતી. આ પછી નેશનલ પિચ ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આખરી 10 ટીમોની પસંદગી કરવામાં આવી હતી.
“અમે રાષ્ટ્રભરમાંથી આ 10 પસંદ કરાયેલી ટીમોનો પ્રવાસ જોવા ભારે રોમાંચિત છીએ, જે તેમનો પ્રવાસ અનન્ય રહ્યો. ધ સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ સર્વ સહભાગીઓ માટે ક્રિયાત્મકતા અને ક્ષમતની સીમાઓ વિસ્તારી શકી છે, જેને લીધે તેઓ ફિનાલે માટે સુસજ્જ બનવા સાથે તેમના ભાવિ પ્રયાસો માટે પણ તૈયાર થઈ ગયા છે. પ્રોગ્રામ થકી અમે સહભાગીઓને ટેક્નિકલ કુશળતાઓથી સુસજ્જ કરવા માગીએ છીએ, તેમની અંદર આત્મવિશ્વાસ ભરવા માગીએ છીએ અને તેમને ઈનોવેટિવ રીતે વિચારવા માટે મદદરૂપ થવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે ભવ્ય પિચ ઈવેન્ટ તરફ આગળ વધી રહયા છીએ ત્યારે સહભાગીઓ તેમના પથદર્શક આઈડિયાઝને જીવંત કઈ રીતે લાવે છે અને હકારાત્મક સામાજિક પરિવર્તન કઈ રીતે નિર્માણ કરે છે તે જોવા માટે રોમાંચિત છીએ,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
“આ યુવા પ્રતિભાશાળીઓએ દર્શાવેલાં ઈનોવેશન અને ક્રિયેટિવિટી ખરેખર પ્રેરણાત્મક છે. સેમસંગનો સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ આ વિદ્યાર્થીઓને યોગ્ય મેન્ટરશિપ માટે અને તેમના આઈડિયાઝને દાખલારૂપ બનાવવા, નવી ઊંચાઈએ લઈ જવા અને પોષવા માટે જરૂરી તાલીમ આપીમાં પૂરતો યોગદાનકારી સાબિત થયો છે. એફઆઈટીટી આ પ્રતિષ્ઠિત મંચનો હિસ્સો ગૌરવની લાગણી અનુભવે છે, જ્યાં યુવા ઈનોવેટરો કુશળતા અને આત્મવિશ્વાસથી સશક્ત બનશે, જે તેમના ભાવિ પ્રવાસનો આંતરિક ભાગ બની રહેશે,” એમ એફઆઈટીટી, આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિખિલ અગરવાલે જણાવ્યું હતું.