બિઝનેસ

સેમસંગએ ભારતમાં સેમસંગ વોલેટમાં મુસાફરી અને મનોરંજન સેવા લાવવા માટે પેટીએમ સાથે ભાગીદારી કરી

સેમસંગ વોલેટ યૂઝર્સ હવે પેટીએમના ફ્લાઇટ, બસ, મુવી અને ઇવેન્ટ્સ બુકીંગ સેવાઓનો સરળ રીતે લાભ લઇ શકશે

ગુરુગ્રામ – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગ ઇન્ડિયાએ આજે ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને નાણાંકીય સેવા વિતરણ કંપની પેટીએમ બ્રાન્ડ ધરાવતી વન97 કોમ્યુનિકેશન્સ લિમીટેડ સાથેની ભાગીદારીમાં સેમસંગ વોલેટ પર ફ્લાઇટ, બસ, મુવી અને ઇવેન્ટ્સ ટિકીટ બુકીંગ્સની સેવા શરૂ કરી છે. આ ભાગીદારીનો હેતુ સેમસંગ વોલેટ મારફતે ઉપભોક્તાઓને સરળ અને સંકલિત બુકીંગ અનુભવ પ્રદાન કરીને તેમની સુગમતામાં વધારો કરવાનો છે, તેમજ રીતે પેટીએમ મારફતે વ્યાપક સેવાઓનો લાભ ઉઠાવવામાં સહાય મળશે.

આ ભાગીદારી સાથે, ગેલેક્સી સ્માર્ટફોન યૂઝર્સ હવે પેટીએમની ફ્લાઇટ અને બસ બુકીંગ્સ, મુવી ટિકીટ્સની ખરીદી અને ઇવેન્ટ બુકીંગ્સ સહિતની અસંખ્ય સેવાઓનો લાભ ઉઠાવી શકશે, આ તમામ સેવાઓ સેમસંગ વોલેટ સાતે સંકલિત કરવામાં આવી છે.

ફ્લાઇટ, બસ અને મુવી ટિકીટ્સ માટે પેટીએમ એપનો અને ઇવેન્ટ બુકીંગ્સ માટે પેટીએમ ઇન્સાઇડર એપનો ઉપયોગ કરતા ગેલેક્સી સ્માર્ટફોન યૂઝર્સ હવે તેમની ટિકીટ્સ ‘ઍડ ટુ સેમસંગ વોલેટ’ ફંકશનાલિટીનો ઉપયોગ કરીને સીધા તેમના સેમસંગ વોલેટમાં ઍડ કરવા સક્ષમ બનશે. તેનાથી તેમને એરપોર્ટ પર, બસ ટર્મિનલ્સ, સિનેમા હોલ્સ, ઇવેન્ટના સ્થળોએ પ્રવેશવા માટે સક્ષમ બનાવશે. સેમસંગ ઇન્ડિયા અને પેટીએમ ટૂંક સમયમાં નવી લોન્ચ કરાયેલ સેવાઓમાં પ્રથમ બુકીંગ્સ પર રૂ. 1150 સુધીના ડિસ્કાઉન્ટ જેવી ઓફર્સ રજૂ કરશે.

પેટીએમ એપ ભારતીય માટે મુસાફરી અને ઇવેન્ટ બુકીંગ્સ માટે ગો-ટુ-ડેસ્ટીનેશન છે, ત્યારે તેની સેમસંગ સાથેની ભાગીદારી વધુ સુગમતાને આગળ ધપાવવાના લક્ષ્યમાં તેની દરેક સેવાઓમાં નવા પરિમાણોનો ઉમેરો કરે છે.

સેમસંગ ઇન્ડિયાની પેટીએમ સાથે ભાગીદારી સેમસંગની સુગમ અને નવીન ઉકેલો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા પ્રસ્થાપિત કરે છે, જે વપરાશમાં સરળ, સુરક્ષિત પ્લેટફોર્મ જેમાં યૂઝર્સની ડિજીટલ લાઇફની જરૂરિયાતો જેવી દરેકનો સમાવેશ કરવાની સાથે સેમસંગ વોલેટ મારફતે યૂઝર્સની સુગમતામાં વધારો કરે છે.

“સેમસંગ વોલેટ એ ભારતમાં એક લોકપ્રિય મોબાઈલ ટેપ એન્ડ પે ઉકેલ છે, જે 2017માં લોન્ચ થયા પછી સતત વિકસિત થઈ રહ્યું છે. પેટીએમ સાથે મળીને સેમસંગ વોલેટ પર નવી સુવિધાઓ લોન્ચ કરતા અમને આનંદ થાય છે. આ સુવિધાઓ ગેલેક્સી સ્માર્ટફોન યૂઝર્સને બહુવિધ એપ્લિકેશનો વચ્ચે સ્વિચ કરવાની જરૂર વગર સરળતાથી બસ અને એરલાઇન ટિકિટો તેમજ મૂવી અને ઇવેન્ટ ટિકિટ ખરીદવાની મંજૂરી આપે છે. વધુમાં, યૂઝર્સ તેમના ગેલેક્સી સ્માર્ટફોનની હોમ સ્ક્રીન પર સ્વાઇપ કરીને આ ટિકિટોમાં સરળતાથી ઍક્સેસ કરી શકે છે,” એમ સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના સિનીયર ડિરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button