સેમસંગએ સમુદાય અને પર્યાવરણ થીમ્સ માટે અલયાદી સ્કુલ અને યૂથ ટ્રેક્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો’ની સિઝન 3 લોન્ચ કરી
2024ની આવૃત્તિ રૂ. 90 લાખનું અનુદાન ઓફર કરે છે
નવી દિલ્હી, ભારત : ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી, ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ભારત સ્થિત યુનાઇટેડ નેશન્સ સાથે વ્યૂહાત્મક સહયોગથી તેની અગ્રણી CSR પહેલની ત્રીજી આવૃત્તિ – ‘સોલ્વ ફોર ટુમોરો’ (આવતીકાલનો ઉકેલ)ની ઘોષણા કરી છે. સોલ્વ ફોર ટુમોરો સાથે સેમસંગ દેશના યુવાનોમાં નવીન વિચારસરણી અને સમસ્યા ઉકેલની સંસ્કૃતિની સ્થાપના કરવા ધારે છે.
સેમસંગ સાઉથ ઇસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી જેબી પાર્ક, ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી મંત્રાલયના સિનીયર ડિરેક્ટર અને વૈજ્ઞાનિક ‘G’ ડૉ. સંદીપ ચેટર્જી અને ભારતમાં યુનાઇટેડ નેશન્સના કોઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પ દ્વારા અન્ય પ્રતિષ્ઠિતોની હાજરીમાં સોલ્વ ફોર ટુમોરો 2024નું ઉદઘાટનકરવામાં આવ્યુ હતુ. આ CSR પ્રોગ્રામ નવીન ઉકેલોની શક્તિ અને તેમની જીવન પ્રસ્થાપિત કરવાની ક્ષમતાને ઓળખી કાઢીને મજબૂત સામાજિક અસર કરે છે તેમજ સેમસંગના #TogetherforTomorrow #EnablingPeopleના વિઝનને વધુ દ્રઢ બનાવે છે.
ચાલુ વર્ષે ‘સોલ્વ ફોર ટુમોરો’ પ્રોગ્રામ બે અલગ અલગ ટ્રેક્સ રજૂ કરે છે – જેમ કે સ્કુલ ટ્રેક અને યૂથ ટ્રેક, જે પ્રત્યેક ચોક્કસ થીમને ચેમ્પીયન બનાવવા માટે સમર્પિત છે અને વિવિધ વય જૂથોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. બન્ને ટ્રેક એક સાથે ચાલશે જેમાં સમાન તકો અને દરેક વિદ્યાર્થીઓ માટે સમાન ધોરણની ખાતરી કરશે. સ્કુલ ટ્રેકની રચના 14-17 વર્ષના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે જે “સમાજ અને સમાવેશીતા” પર ભાર મુકે છે. આ ટ્રેક વંચિત જૂથોના ઉત્થાનની અગત્યતા પર ભાર મુકે છે, તેમજ સામાજિક નવીનતા માટે આરોગ્ય અને સામાજિક સમાવેશીતાનો લાભ ઉઠાવવામાં સુધારો કરે છે અને ‘સોલ્વીંગ ફોર ઇન્ડિયા’ના માર્ગ ખોલે છે.
બીજી બાજુ, યૂથ ટ્રેક “એન્વાયર્નમેન્ટ અને સસ્ટેનેબિલીટી” (પર્યાવરણ અને ટકાઉતા) પર ભાર મુકતા 18-22 વર્ષની વ્યક્તિઓને લક્ષ્યાંક બનાવે છે.આ ટ્રેકમાં પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે અને ટકાઉતાને પ્રોત્સાહન આપવાની સાથે “સોલ્વીંગ ફોર ધ વર્લ્ડ”ની રચના કરવા કાર્બનની હાજરામં ઘટાડો કરવાના વિચારની ખેવના રાખે છે.
સેમસંગ સાઉથઇસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી જે.બી.પાર્કએ જણાવ્યું હતુ કે, “સેમસંગ ખાતે અમે નવીન વિચારો અને પ્રસ્થાપિત ટેકનલોજીઓ મારફતે ભવિષ્યને પ્રેરણા અને આકાર આપવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ. અમારુ મિશન નવીનકર્તાઓની હવે પછીની પેઢીનું સંવર્ધન કરવાની અને સામાજિક પરિવર્તનને ઉત્તેજન આપવાની આસપાસ ફરે છે. સોલ્વ ફોર ટુમોરો ભારતના યુવાનો માટે એક પ્લેટફોર્મ તરીકે ખરેખર આકાર આપે છે જેથી તેઓ અર્થપૂર્ણ નવીનતાઓ સાથે બહાર આવી શકે અને તે રીતે લોકોના જીવનમાં સુધારો કરી શકે.