બિઝનેસ

સેમસંગે 70% ઊર્જા બચાવતા 11 Kg AI EcobubbleTM ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીનની નવી રેન્જ લોન્ચ કરી

50% ઓછા વૉશ ટાઇમ અને 45.5% વધુ સારી ફેબ્રિક કેર ઓફર કરે છે

સુરત : ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે AI EcobubbleTM ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીનોની નવી રેન્જ લોન્ચ કરી છે. વોશિંગ મશીનોની આ નવી રેન્જ 11 કિગ્રા સેગમેન્ટમાં પહેલી છે જે એઆઈ વોશ, Q-DriveTM અને ઓટો ડિસ્પેન્સ જેવા એડવાન્સ્ડ ફીચર્સ સાથે આવે છે જેનાથી તમારા કપડાં ધોવાની કામગીરી 50% ઝડપી બને છે, 45.5% વધુ સારી કપડાંની સંભાળ મળે છે અને 70% સુધી વધુ ઊર્જા-સક્ષમ છે.

AI EcobubbleTM એ સેમસંગની Q-BubbleTM and QuickDriveTM ટેક્નોલોજીનું શ્રેષ્ઠ મિશ્રણ છે જે વોશિંગને વધુ ઝડપી બનાવે છે અને ઓછો સમય માંગે છે. Q-BubbleTM ટેક્નોલોજી ડાયનેમિક ડ્રમ રોટેશન અને વધારાના વોટર શોટ્સનું મિશ્રણ કરે છે જેનાથી ઝડપી ડિટર્જન્ટ ફેલાવા સાથે વધુ મજબૂત અને શક્તિશાળી બબલ્સ બને છે. QuickDriveTM 50% સુધીનો વોશ ટાઇમ ઘટાડે છે. આ ફીચર્સ AI EcobubbleTMના પર્ફોર્મન્સને વધારે છે અને ટકાઉ બનાવે છે કારણ કે પાણી અને ઊર્જા સંવર્ધનમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે.

ઓટો ડિસ્પેન્સ અને એઆઈ વૉશ સાથેની નવી રેન્જ અત્યંત સાહજિક અને સ્માર્ટ છે. એઆઈ વૉશ ફીચર લોડના વજનને સમજે છે અને જરૂરી પાણી અને ડિટર્જન્ટની માત્રાને ઓપ્ટિમાઇઝ કરે છે. તે ફેબ્રિકની નરમાઈ શોધી કાઢે છે અને તેને સુરક્ષિત કરવા માટે ધોવા અને સ્પિનના સમયને સમાયોજિત કરે છે.

“સેમસંગમાં અમે એવી ટેક્નોલોજી રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સાહજિક નથી પરંતુ ટકાઉ પણ છે. અમે વિવિધ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી રેન્જ તૈયાર કરી છે. 11 કિગ્રા ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન સેગમેન્ટમાં અમારી પ્રથમ રેન્જ અત્યંત ઊર્જા કાર્યક્ષમ છે. ઓટો ડિસ્પેન્સ, એઆઈ વૉશ અને Q-DriveTM જેવી સુવિધાઓ, કપડાં ધોવાના કામને વધુ સરળ બનાવવામાં ફાળો આપે છે” એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના સિનયિર ડિરેક્ટર પુષ્પ બૈશાખિયાએ જણાવ્યું હતું.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button