સેમસંગના પ્રિમીયમ AI-ઇન્ટીગ્ટેડ OLED ટીવી સિરીઝ અને ક્રિસ્ટલ ક્લિયર 4K UHD ટીવી સાથે ટીવીના ભાવિનો અનુભવ કરો
હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લાઇવ

ગુરુગ્રામ, ભારત, 1 મે, 2025: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ તેની AIથી સજ્જ QLED ટીવી અને ક્રિસ્ટલ ક્લિયર 4K UHD ટીવીની નવી રેન્જની ઘોષણા કરી છે જે 1 મે 2025થી એમેઝોન, ફ્લિપકાર્ટ અને Samsung.com પર ઉપલબ્ધ બનશે. અંતિમ હોમ મનોરંજન અનુભવ પૂરો પાડવા માટે ડિઝાઇન કરાયેલ આ નવી ઉત્પાદન શ્રેણીમાં QLED સિરીઝ – QEF1, અદ્યતન AI ટેકનોલોજીથી સજ્જ, અને ક્લિયર 4K UHD સિરીઝ – UE81, UE84, UE86નો સમાવેશ થાય છે, જેની રચના જોવાનો તરબોળ અનુભવ પૂરો પાડવા અપવાદરૂપ ક્લેરિટી, કલર અને ડિટેઇલ સાથે કરવામાં આવી છે.
આ લોન્ચના કેન્દ્રમાં QLED ટીવી છે, જે રિયલ અને સેફ ક્વોન્ટમ ડોટ ટેકનોલોજી ધરાવે છે જેથી આકર્ષક કલર સચોટતા અને મજબૂતાઇ પૂરી પાડી શકાય. અસમાંતરીત કલર ચોક્સાઇ માટે ટ્રુ ક્વોન્ટમ ડોટ્સ ધરાવતા આ ટીવી કેન્સર થવાના એજન્ટ જેવો નુકસાકારક પદાર્થ એવા કેડમિયમથી મુક્ત છે. તેનાથી સુરક્ષા અને ચડીયાતુ પર્ફોમન્સ એમ બન્નેની ખાતરી આપે છે.
સેમસંગના અદ્યતન Q4 AI પ્રોસેસરથી સજ્જ, ટીવી તીવ્ર વિઝ્યૂઅલ્સ, ક્લિયર સાઉન્ડ અને વધુ અંત જોવાના અનુભવ સાથે રિટલ ટાઇમમાં કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે અને ઇષ્ટતમ બનાવે છે. સેમસંગ વિઝન AIનો લાભ ઉઠાવતા તે સતર્ક રીતે સીન, પદાર્થો અને લાઇફલાઇર ડિટેઇલ્સ માટેના ચહેરાઓને ઓળખીને પિક્ચરની ગુણવત્તામાં વધારો કરે છે, તેની ટ્રુ-ટુ-લાઇફ હ્યુ માટે પેન્ટોન માન્ય કલર્સ સાથે ચોક્સાઇવાળા કલરની ખાતરી રાખે છે. મનની શાંતિ માટે, ટીવીને સેમસંગ નોક્સ સિક્યુરિટી સાથે સુરક્ષિત કરવામાં આવ્યુ છે, જે યૂઝર્સના ડેટાને અને જોડાયેલા ડિવાઇસીસને રક્ષણ પૂરું પાડે છે. વધુમાં નવી ઉત્પાદન શ્રેણી એન્ડલેસ ફ્રી કન્ટેન્ટમાં ઍક્સેસ પૂરો પાડે છે, જે વધારાના ખર્ચ વિના મનોરંજન વિશ્વ ડિલીવર કરે છે.
સેમસંગના નવા UHD મોડેલો અદ્યતન ક્રિસ્ટલ 4K પ્રોસેસર દ્વારા સંચાલિત, ક્રિસ્ટલ-ક્લિયર 4K રિઝોલ્યુશન પ્રદાન કરે છે, જે ધારદાર અને વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સની ખાતરી કરે છે. 4K અપસ્કેલિંગ સાથે, મોડેલો નીચા-રિઝોલ્યુશન સામગ્રીને 4K ગુણવત્તાની નજીક પણ વધારે છે. PurColour દર્શાવતા, તેઓ ખરેખર જોવાના તરબોળ અનુભવ માટે જીવંત કલર પ્રદાન કરે છે. સંકલિત OTS લાઇટ ટેકનોલોજી વર્ચ્યુઅલ ટોપ ચેનલ ઑડિઓ સાથે ગતિશીલ અવાજ પ્રદાન કરે છે, જે સમૃદ્ધ ઑડિઓ અનુભવ બનાવે છે. અમર્યાદિત મફત સામગ્રીની ઍક્સેસ સાથે, આ મોડેલો પ્રીમિયમ મનોરંજનને વ્યાપક પ્રેક્ષકો માટે સુલભ બનાવે છે.
સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડિરેક્ટર વિપ્લેશ ડાંગએ જણાવ્યું હતું કે, “સેમસંગ ખાતે, અમે ઘર મનોરંજનને ફરીથી વ્યાખ્યાયિત કરતી પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે નવીનતાની સીમાઓને સતત આગળ ધપાવીએ છીએ. અમારા AI-વિસ્તરિત QLED અને ક્રિસ્ટલ ક્લિયર 4K UHD ટીવીના લોન્ચ સાથે, અમે ગ્રાહકો માટે જોવાનો અનુભવ વધારી રહ્યા છીએ, જે અદ્યતન મનોરંજન પ્રદાન કરે છે. સેમસંગ વિઝન AI દ્વારા સંચાલિત આ મોડેલો, ઉન્નત ચિત્ર ગુણવત્તા માટે ઇન્ટેલિજન્ટ ઓળખ પ્રદાન કરે છે, દરેક ફ્રેમને વધુ તરબોળ બનાવે છે. આ લોન્ચ વધુ ઘરોમાં ઇન્ટેલિજન્ટ જોવાના અનુભવો પહોંચાડવા, નવીનતા, સુવિધા અને વિશ્વસનીયતા સાથે અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે”