સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 લોન્ચઃ ઉદ્યોગના કાર્યબળ માટે નિર્મિત મજબૂત, 5G- એનેબલ્ડ ટેબ્લેટ

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 એન્ટરપ્રાઈઝ એડિશન લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી, જે ઉચ્ચ ઘનતાના વાતાવરણમાં કામ કરતા વેપારો અને વ્યાવસાયિકોને સશસ્ત બનાવવા માટે ઘડવામાં આવેલા મજબૂત, ઉદ્યોગ તૈયાર ટેબ્લેટ છે.
ફેબ્રુઆરી 2024માં XCover7 રગ્ડ સ્માર્ટફોનના સફળ પદાર્પણ પછી ભારતમાં તેની ઉચ્ચ કામગીરી સાથેની ગેલેક્સી ટેબ એક્ટિવ 5 એન્ટરપ્રાઈઝ એડિશન સંરક્ષણ, જાહેર સુરક્ષા, લોજિસ્ટિક્સ, ઉત્પાદન, હેલ્થકેર, રિટેઈલ અને સેવા જેવા ઉચ્ચ માગણી ધરાવતાં અને સઘન ક્ષેત્રોની જરૂરતોને પહોંચી વળશે.
કપરી કાર્યસ્થિતિઓ માટે નિર્માણ
ગેલેક્સી ટેબ એક્ટિવ5 એન્ટરપ્રાઈઝ એડિશનમાં 6GB/128GB અને 8GB/256GBના વિવિધ મેમરી વિકલ્પો સાથે આસાન મલ્ટીટાસ્કિંગ અને ઉચ્ચ ઘનતાના કાર્યભાર માટે ઓક્ટા- કોર પ્રોસેસર દ્વારા પાવર્ડ 120Hz રિફ્રેશ રેટ સાથે 8.0 ઈંચ (20.32 સેમી) હાઈ- રિઝોલ્યુશન ડિસ્પ્લેની વિશિષ્ટતા છે. ડિસ્પ્લે ભારતની વિવિધ હવામાનની સ્થિતિઓ માટે નોંધપાત્ર લાભદાયી ઉત્કૃષ્ટ આઉડોર વિઝિબિલિટી માટે મહત્તમ બનાવાયું છે.
“સેમસંગમાં અમે ભારતમાં અમારા પ્રવાસને રાષ્ટ્રની પોતાની મહત્ત્વાકાંક્ષાનું અવિભાજ્ય અંગ માનીએ છીએ. મેક ઈન ઈન્ડિયાના ધ્યેય સાથે સુમેળ સાધતાં અને ડિજિટલ ઈન્ડિયાના આગામી તબક્કાથી પ્રેરિત અમે આજની જરૂરતો સાથોસાથ આવતીકાલની તકો માટે ભારતીય કાર્યબળને સશક્ત બનાવવા કટિબદ્ધ છીએ. અમે લઈએ તે દરેક પગલું ભારતમાં જન્મેલા, ભારત માટે નિર્મિત અને અમારા ગ્રાહકોની અજોડ આકાંક્ષાઓ અને જીવનશૈલી માટે તૈયાર ઈનોવેશનથી પ્રેરિત હોય છે. આ ઉત્પાદનથી વિશેષ છે. તે ભારતની ભાષા બોલતી ટેકનોલોજીને આકાર આપવાના અમારા શપથ છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું.
ઉપરાંત ટેબ પાવર સોર્સ સાથે કનેક્ટેડ રહીને એકધાર્યા ઉપયોગ માટે આખા દિવસની રિપ્લેસેબલ બેટરી અને નો- બેટરી મોડ સાથે સુસજ્જ છે. આ વાહનના ઓટોમેશન, જાહેર સુરક્ષા, સંરક્ષણ, રિટેઈલ કિયોસ્ક્સ, ફેક્ટરી ફ્લોર્સ, લોજિસ્ટિક્સ હબ્સ અને ગ્રામીણ પ્રદેશોમાં મુલાકાતો માટે આદર્શ છે.
એન્ટરપ્રાઈઝ એડિશનમાં 36 મહિનાની ઉદ્યોગ અવ્વલ વોરન્ટી (બેટરી પર 12 મહિના)નો સમાવેશ થાય છે અને 7 વર્ષ માટે (વર્ઝન 21 સુધી) OS અપગ્રેડ સાથે એન્ડ્રોઈડ 15 સાથે પ્રીલોડેડ આવે છે. સેમસંગ આ શ્રેણીમાં 36 મહિનાની વોરન્ટી આપતી જૂજ બ્રાન્ડ્સમાંથી એક છે. વિસ્તારિત વોરન્ટી અને ADLD પ્લાન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે.
ઉપરાંત ટેબ INR 4515 મૂલ્યના નોક્સ સ્યુટ એન્ટરપ્રાઈઝ સિક્યુરિટી પ્લેટફોર્મ માટે 12 મહિનાનું કોમ્પ્લિમેન્ટરી સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે, જે પ્રીમિયમ- ગ્રેડ ડિવાઈસ રક્ષણમાંથી ઉદ્યોગોને લાભ થાય તેની ખાતરી રાખે છે.